હોમ પેજ / રેસિપી / દાળ ઢોકળી

Photo of Dal dhokli by Devi Amlani at BetterButter
438
1
0(0)
0

દાળ ઢોકળી

Aug-06-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ ઢોકળી રેસીપી વિશે

દાળ ઢોકળી એક ગુજરાતી રેસીપી છે જે તુવેર દાળ માથી બને છે જે બપોરે અથવા તો રાત્રે જમવામાં લઈ શકાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • મૂળભૂત વાનગીઓ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 વાટકી બાફેલી તુવેર દાળ
  2. 2 નંગ ટામેટા
  3. 2 નંગ લીલા મરચાં
  4. 1 ટુકડો આદું
  5. 5 થી 7 નંગ લીમડા ના પાન
  6. 1 ચમચી લાલ મરચું પાઉડર
  7. 1 ચમચી હળદર પાવડર પાવડર
  8. 1 ચમચી મીઠુ
  9. 1 ચમચી ગોળ
  10. 2 ચમચી લીંબુનો નો રસ
  11. 2 ચમચા સિંગદાણા
  12. 1 નાની ચમચી રાઈ
  13. 1 નાની ચમચી જીરુ
  14. 2 નંગ લવિંગ
  15. 1 ટુકડો તજનો
  16. 1 ચમચી હિંગ
  17. 2 ચમચી તેલ
  18. સ્વાદ પ્રમાણે મીઠું
  19. 1 કપ સમારેલી ધાણા ભાજી
  20. ઢોકળી બનાવવા માટે
  21. 1 કપ ઘઉંનો લોટ
  22. ૨ ચમચી ચણાનો લોટ
  23. 1 ચમચી મરચું પાવડર
  24. 1 ચમચી હળદર પાવડર પાવડર
  25. 2 ચમચી લીંબુનો નો રસ
  26. ચપટી હિંગ
  27. 2 ચમચી તેલ
  28. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ બાફેલી દાળને પીસી લો અને તેમાં ટામેટા આદુ મરચા હળદર પાઉડર મરચું પાઉડર લીમડાના પત્તા આદુ ખમણીને નાખો
  2. હવે તેમાં સીંગદાણા ગોળ અને લીંબુનો રસ તેમજ મીઠું નાખી ધીમા ગેસે ઊકળવા દો
  3. દાળ ઊકળે ત્યાં સુધી ઢોકળીનો લોટ બાંધી લેવો ઢૉકળી નો લોટ ની બધી સામગ્રી ભેગી કરી રોટલી જેવો લોટ બાંધો
  4. હવે ઢોકળી ના લોટમાંથી એક લુવો લઇ મોટી રોટલી બનાવો અને ચાકૂની મદદથી નાના નાના ચોરસ ટુકડા કરો
  5. આ રીતે ઢોકળી તૈયાર છે હવે આમ બધી ઢોકળી તૈયાર કરી લો અને ઉકળતી દાળ માં નાખો
  6. હવે દસ મિનિટ ઊકળવા દો ત્યારબાદ તેમાં વઘાર કરો
  7. વઘાર કરવા માટે એક પેન માં તેલ લઇ તેમાં રાઈ જીરું લવિંગ તજ અને હિંગ નાખી થવા દો ત્યારબાદ આ દાળ ઢોકળી ના વાસણ માં નાખો
  8. હવે ઉપર ધાણાભાજી ભભરાવી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર