કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Corn Pasta

Photo of Corn Pasta by Anjali Kataria at BetterButter
3
5
5(1)
0

Corn Pasta

Aug-07-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ઇટાલિયન
  • ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩ કપ બોઇલ કરેલા પાસ્તા
  2. ૨ કપ બાફેલા મકાઈના દાણા
  3. ૧ કપ ટોમેટો પ્યુરી
  4. ૪ કપ નારિયેળ નું ક્રીમ
  5. ૧/૨ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ નાની ચમચી લસણની પેસ્ટ
  7. ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  8. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  9. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  10. ૧ નાની ચમચી કેજુન સિઝનીંગ
  11. ૨ મોટી ચમચી સેજવાન સોસ
  12. ૨-૩ સૂકા લાલ મરચા
  13. ૫-૬ લીમડાના પાન સુકા
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ મોટી ચમચી સૂકી પાર્સલી
  16. ૧ નાની ચમચી લીંબુનો રસ
  17. ૧/૨ નાની ચમચી મરી પાઉડર
  18. ૧ મોટી ચમચી ઓલિવ ઓઇલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કડાઈ લો.
  2. ત્યાર બાદ તેમાં ઓલિવ ઓઇલ ઉમેરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો.
  4. રાઈ અને જીરું ના દાણા ફૂટે એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, સૂકા લાલ મરચા અને સૂકા લીમડાના પાન નાખો
  5. બરાબર સાંતળો.
  6. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો.
  7. લાલ મરચું પાવડર, હળદર, કેજુન સેસોનિંગ અને સેજવાન સોસ નાખો અને મિકસ કરો.
  8. ૫ મિનિટ સુધી ચડવા દો.
  9. હવે તેમાં નારિયેળ નું ક્રીમ ઉમેરો.
  10. બરાબર હલાવો.
  11. ત્યારબાદ તેમાં ચડેલાં પાસ્તા અને મકાઈ ના દાણા નાખો.
  12. મિકસ કરી લો.
  13. હવે મીઠું સ્વાદાનુસાર નાખો.
  14. લીંબુ નો રસ અને મરી પાઉડર નાખો.
  15. સૂકી પાર્સેલી નાખો.
  16. ૫-૭ મિનિટ સુધી ચડવા દો.
  17. વચ્ચે અમુક સમયે હલાવતા રહો.
  18. ગરમા ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Excellent recipe

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર