હોમ પેજ / રેસિપી / પરવળ ની મિઠાઈ

Photo of Parval Ki Mithai by Hetal Sevalia at BetterButter
0
3
0(0)
0

પરવળ ની મિઠાઈ

Aug-07-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પરવળ ની મિઠાઈ રેસીપી વિશે

મિઠાઈ નું એક અલગ વઝૅન છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 6-7 નંગ પરવળ
  2. 1 કપ સુગર
  3. 3/4 કપ પાણી
  4. 1 કપ મોળો માવો
  5. 1/2 કપ દળેલી સુગર
  6. 100 ગ્રામ મિક્સ ડ્રાયફ્રુટ નો અધકચરો ભૂકો
  7. 1/2 ટી.સ્પૂન એલચી પાવડર
  8. સજાવટ માટે :
  9. ચાંદીની વરખ
  10. ચેરી
  11. ડ્રાયફ્રુટ

સૂચનાઓ

  1. પરવળ ને છોલીને તેમાં ચીરો પાડી અંદર નો ગર કાઢી લો.પરવળ તૂટી ના જાય તે રીતે અંદર નો ગર કાઢી લો.
  2. હવે એક પેનમાં પાણી લઈ ઉકાળો. ઉકળવા લાગે એટલે 5 મિનિટ માટે પરવળ ને ઉકાળો.હવે પરવળ ને તેમાં જ 10 મિનિટ માટે છોડી દો. ઈચ્છા હોય તો પાણી માં ગ્રીન કલર ઉમેરી શકાય છે.હવે તેને નિતારી લો.
  3. હવે એક પેનમાં ખાંડ અને પાણી લો.ખાંડ ઓગળી જાય એટલે પરવળ તેમાં ઉમેરી ચઢવા દો.કલર બદલાય અને એક તાર ની ચાસણી થાય એટલે નીચે ઉતારી 1 કલાક રહેવા દો અને કલાક પછી નિતારી લો.
  4. હવે એક પેનમાં માવો લઈ 2 મિનિટ સાતળો. ત્યારબાદ સુગર પાવડર ઉમેરી સાતળો. પછી નટ્સ નો ભૂકો, એલચી પાવડર ઉમેરી અને ઘી છૂટે એટલે ઉતારી ને ઠંડુ પાડો.
  5. પરવળ માં સાચવીને માવાનુ સ્ટફિંગ ભરી લો પછી તેના પર વરખ લગાવો. ઉપર થી નટ્સ અને ચેરી મૂકી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર