હોમ પેજ / રેસિપી / મેથી પિત્તોડ કઢી

Photo of Methi pittod kadi by safiya abdurrahman khan at BetterButter
0
0
0(0)
0

મેથી પિત્તોડ કઢી

Aug-07-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પિત્તોડ કઢી રેસીપી વિશે

રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી પિત્તોડ સબ્જી મા ફેરફાર કરી વધુ સ્વાદિષ્ટ બનાવી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બેસન ના પિત્તોડ માટે
  2. ચણાનો લોટ 2 કપ
  3. દહી 1/2 કપ
  4. સમારેલ મેથી 1/4 કપ
  5. પાણી 4 કપ
  6. આદુ મરચાની પેસ્ટ 1/2 નાની ચમચી
  7. હળદર 1/2 નાની ચમચી
  8. તેલ 2 મોટી ચમચી + શેલોફ્રાય કરવા
  9. કઢી માટે
  10. દહી 2 કપ
  11. ચણાનો લોટ 2 નાની ચમચી
  12. આદૂ મરચાની પેસ્ટ 1/2 નાની ચમચી
  13. મીઠુ જરુર મુજબ
  14. હળદર 1/2 નાની ચમચી
  15. સમારેલી કોથમીર 1/2 નાની ચમચી
  16. તેલ 2 મોટી ચમચી
  17. મીઠૂ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બેસન ચાળી લો, દહી ફેંટી લો.
  2. બેસનમા દહી,મીઠુ ,હળદર, મેથીની ભાજી અને આદૂ મરચા નાખો.
  3. બધુ મિક્સ કરો, પાણી નાખો.
  4. નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી જીરુ સાંતળો.
  5. તૈયાર કરેલુ ખીરુ નાખો.
  6. સતત ચલાવતા રહી ઉકાળો.
  7. મિશરણ ધટ્ટ થવા લાગે 4-5 મિનિટ પછી ગેસ બંદ કરો.
  8. તરત જ ગ્રીસ કરેલી થાળી પર પાથરો.
  9. 20 મિનિટ પછી સેટ થઈને જામી જશે.
  10. ચપ્પુથી ચોરસ કટકા કરો.
  11. નોન સ્િટક પેનમા તેલ ગરમ કરી 3 કટકા અેકસાથે બંને બાજુ કરકરા શેલોફ્રાય કરો.
  12. તળાય જાય તો બાજુ પર રાખો.
  13. દહી મથી આદુ મરચા નાખો.
  14. ચણાનો લોટ નાખો.
  15. અેક પેનમા જીરુ સાંતળો.
  16. દહીં વાળુ મિશ્રણ ઉમેરો.
  17. મીઠુ ,હળદર નાખો.
  18. સતત હલાવતા રહી ,ઉકળે તો ગેસ બંદ કરો.
  19. સમારેલી કોથમીર નાખો.
  20. ગરમ કઢીમા જેટલુ જરુર હોય અેટલી કટકા નાખી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર