Photo of Magash by Bharti Khatri at BetterButter
1009
2
0.0(0)
0

મગસ

Aug-07-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગસ રેસીપી વિશે

મગસ વાર તહેવારે બનાવવા મા આવે છે. મગસ ચણા ના કકરા લોટ, ઘી, દૂધ, બૂરું ખાંડ થી બનાવાય છે અને તે સૌથી વધારે બાળકો ને ભાવે છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ ચણા નો જાડો લોટ
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ બૂરું ખાંડ
  4. થોડુંક દૂધ
  5. ૧ ચમચી ઇલાયચી પાઉડર
  6. ૧ ચમચો કાજુ બદામ ની કાતરી
  7. ૧ ચમચી ચારોળી

સૂચનાઓ

  1. ઘી અને દૂધ ગરમ કરી ચણા ના લોટ મા નાખી સહેજ થપથપાવવુ. (ધાબુ દેવુ). પછી તેને ઘઉં ચાળવાના ચાળણા થી ચાળવું.
  2. કડાઈ મા ઘી મૂકી ગરમ થાય એટલે ચણા ના લોટ ને નાખી તેને હલાવવો. થોડો લાલાશ પડતો શેકાય જાય એટલે તેને ઉતારી લો.
  3. ઠંડુ થાય એટલે બૂરું ખાંડ અને ઈલાયચી પાઉડર મિક્સ કરવો.
  4. હવે તેને થાળી મા ઠારી દેવો. તેના પર કાજુ બદામ ની કાતરી અને ચારોળી થી સજાવવું.
  5. હવે મગસ તૈયાર છે તેને તમારા મનગમતા આકાર મા કટકા કરી પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર