Photo of Kothambir vadi by Shraddha Patel at BetterButter
581
3
0.0(0)
0

Kothambir vadi

Aug-10-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. બે કપ ચણા નો લોટ
  2. બે કપ ઝીણી સમારેલી કોથમીર
  3. સ્વાદ પ્રમાણે મીઠુ
  4. એક ચમચી હળદર
  5. એક ચમચી સફેદ તલ
  6. એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  7. એક ચમચી તીખા લીલા મરચા ની પેસ્ટ
  8. એક ચમચી ધાણાજીરુ પાવડર
  9. એક નાની ચમચી ગરમ મસાલો
  10. તળવા માટે તેલ
  11. બે કપ પાણી

સૂચનાઓ

  1. એક બોલ મા ચણા નો લોટ લો. તેમાં કોથમીર, મીઠુ, આદુ લસણ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, હળદર, ધાણાજીરું પાવડર, તલ, ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો.
  2. ત્યારબાદ તેમાં પાણી ઉમેરતાં જઈ એક બેટર તૈયાર કરો.
  3. ત્યારબાદ એક કઢાઈ ને ગરમ કરવા મૂકો અને તૈયાર કરેલ બેટર એમાં નાખો.
  4. ધીમી આંચ પર સતત હલાવતા રહેવું જ્યા સુધી બેટર એકદમ જાડું થઇ જાય અને કઢાઈ થી છૂટું પડવા લાગે.
  5. ત્યારબાદ એક થાળી ને તેલ થી ગ્રીસ કરી બેટર એમાં ઢાળી દઈ અને બરાબર પ્રેસ કરતા જવું જેથી કોઈ તિરાડ ના બને.
  6. ત્યારબાદ થોડું ઠંડુ પડવા દઈ ચોરસ કટકા કરી લેવા અને એ કટકા ને ગરમ તેલ મા ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવા.
  7. તૈયાર થયેલ કોથંબીર વડી ને લાલ મરચા ની તીખી ઝણઝણિત ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર