હોમ પેજ / રેસિપી / બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

Photo of Pearl Millet And Shredded Coconut Sweet Bits by Ankita Tahilramani at BetterButter
90
3
0.0(0)
0

બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી

Aug-10-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરા અને નારિયળ નાં બુરા ની મીઠી પુરી રેસીપી વિશે

બાજરા મા કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ફાઇબર ખાસા પ્રમાણ મા છે. બાજરો શિયાળા ની ઋતુ મા વધું ઉપયોગ મા લેવાય છે. બાજરો શરીર મા કુદરતી ગરમી આપે છે. નાના બાળકો ને બાજરો આ રીતે ખવડાવી શકો. અત્યન્ત સરળ પદ્ધતિ થી બનાવો ને આને 1 હફ્તા સુધી ડબ્બા મા રાખી શકો.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • ગુજરાત
 • તળવું
 • સ્નેક્સ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. બાજરા નો લોટ 1 મોટો કપ
 2. ગોળ 1/3 નાનો કપ
 3. પાણી 4 ટેબલ સ્પૂન
 4. સફેદ તલ 1 ટેબલ સ્પૂન
 5. નારિયળ નું બૂરું 1 ટેબલ સ્પૂન
 6. ઘી પુરી તળવા માટે.

સૂચનાઓ

 1. સૌ પ્રથમ પાણી મા ગોળ ને હલાવી એક રસ કરી નાખો.તૈયાર છે ગોળ નું પાણી.
 2. હવે બાજરા નો લોટ,તલ, તૈયાર કરેલું ગોળ નું પાણી, નારીયળ નું બૂરું લઇ મિક્સ કરો.
 3. આવી રીતે બધુ મિક્સ કરો.
 4. લોટ ની જેમ બંધાઇ જય એટલે 5 મિનીટ ઢાંકી ને રાખી દો.
 5. હવે નાના નાના ભાગ પાડો ને બોલ ની જેમ વાળો .
 6. એક બાજુ ઘી ગરમ થવા દો, અને બીજી તરફ આમ બધા બોલ ની જેમ બની જાય એટલે એને ઢાંકી ને રાખવા.
 7. ઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમું કરી નાખો.
 8. હવે બનાવેલા બોલ ને હથેળી વચ્ચે દબાવો એટ્લે નાની પુરી જેવૂ બની જશે.
 9. ઘી મા તરત તળવા નાખો જયાં સુધી બન્ને બાજુ ગોલ્ડન રંગ થઈ જાય.
 10. આમ એક સાથે 4-5 પુરી તળવા નાખો.
 11. તૌ તૈયાર છે તમારી બાજરા અને નારીયળ ના બુરા ની મીઠી પુરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર