Photo of Maisur Pak by Shraddha Patel at BetterButter
860
12
0.0(1)
0

Maisur Pak

Aug-10-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • દિવાળી
  • નવરાત્રી
  • ગુજરાત
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ચણા નો લોટ
  2. 1 ચમચો બદામ નો ભુક્કો
  3. 1 ચમચો કાજુ નો ભુક્કો
  4. 5 થી 7 તાંતણા કેસર
  5. 2 કપ ખાંડ
  6. 1.25 કપ ઘી
  7. 1 કપ પાણી

સૂચનાઓ

  1. એક જાડા તળિયા વાળી કઢાઈ લો. ત્યારબાદ એમાં ઘી ઉમેરો.
  2. ઘી સહેજ ગરમ થાય એટલે કેસર ઉમેરો. ત્યારબાદ એમાં ચણા નો લોટ, કાજુ નો ભુક્કો, બદામ નો ભુક્કો, ખાંડ અને પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
  3. ધીમી આંચ પર આ મિશ્રણ ને સતત હલાવતા રહેવું. અને આ મિશ્રણ ને એક જ તરફ સતત હલાવતા રહેવું.
  4. ધીમે ધીમે મિશ્રણ ઘાટું થતું જશે અને તેમાં જાળી દેખાવા લાગશે અને કઢાઈ છોડશે. મિશ્રણ કઢાઈ છોડવા લાગે એટલે આપનો મેસુબ પાક તૈયાર છે.
  5. હવે એક ઊંડું વાસણ લઇ તેને ઘી થી ગ્રીસ કરી લેવું. ત્યારબાદ તૈયાર થયેલ મિશ્રણ ને એ વાસણ મા ઢાળી દેવું.
  6. મિશ્રણ ઢાળી દીધા બાદ ધીમે ધીમે વાસણ ને થપથપાવી મિશ્રણ એકસરખું ફેલાવી લો અને એક વાત નું ધ્યાન રાખવું કે મિશ્રણ ને પ્રેસ કરવું નહીં. પ્રેસ કરવા થી અંદર જાળી નહીં પડે અને કટ કર્યા પછી એના લેયર સરખા નહીં દેખાય.
  7. ત્યારબાદ ગરમ હોય ત્યારે જ છરી ની મદદ થી ચોરસ કટ આપી દેવા, ઠંડુ થયા પછી કટ બરાબર નહીં લાગે. ત્યારબાદ મૈસુર પાક ને સેટ થવા માટે થોડો સમય આપો. તો તૈયાર છે મૈસુર પાક.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Sep-04-2018
Neelam Barot   Sep-04-2018

Kindly check Fb page your recipe is on 1st position. Congratulations

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર