Open in app

સેવ બરફી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Dimpal Patel11th Aug 2018

Sev Barfi ના વિશે

Ingredients to make Sev Barfi in gujarati

  • સેવ માટેની સામગ્રી :
  • ચણા નો લોટ - ૪૦૦ ગ્રામ
  • ઘી - ૨ મોટી ચમચી
  • બેકીંગ સોડા - ૧/૮ નાની ચમચી
  • તેલ - ૨ કપ
  • પીળો ફૂડ કલર - ૧/૮ નાની ચમચી
  • સેવ બરફી માટેની સામગ્રી :
  • મીઠા વગર ની સેવ - ૨૫૦ ગ્રામ
  • દૂધ - ૨૫૦ ગ્રામ
  • ખાંડ - ૨૫૦ ગ્રામ
  • મોળો માવો - ૨૫૦ ગ્રામ
  • ઘી - ૧ મોટી ચમચી
  • કેસર - ૬ થી ૭ તાંતણા
  • એલચીનો પાવડર - ૧ નાની ચમચી
  • કાપેલી બદામ - ૧/૪ કપ
  • ગુલાબજળ - ૧/૨ નાની ચમચી

How to make Sev Barfi in gujarati

  1. સેવ બનાવવાની રીત :
  2. એક બાઉલમાં ચણાનો લોટ ચાળી લેવો. તેમાં ઘી , ફૂડ કલર અને બેકીંગ સોડા મિક્સ કરવું.
  3. જરૂર મુજબ પાણી નાંખી ને ખીરું તૈયાર કરવું. ખીરું બહુ જાડું કે બહુ પાતળું પણ નહીં હોવું જોઈએ. હવે તેને ઢાંકીને ૧/૨ કલાક રહેવા દેવું.
  4. તેલ ગરમ કરવા મૂકવું. સેવના સંચામાં ઘી લગાડીને બેસનનું મિશ્રણ ભરવું. ગરમ તેલમાં સેવ પાડીને તળી લેવી.
  5. બરફી માટેની રીત :
  6. એક નોનસ્ટિક પેણીમાં દૂધ ગરમ કરવા મૂકવું. એક ઉભરો આવે એટલે ખાંડ નાંખવી. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું.
  7. એક બાઉલમાં ૨ મોટી ચમચી હુંફાળું દૂધ લઈ તેમાં કેસર પલાળી દેવું.
  8. ત્યારબાદ તેમાં માવો ઉમેરવો. થોડો માવો રહેવા દેવો.માવો ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું.
  9. પછી તેમાં એલચીનો પાવડર , કેસરવાળું દૂધ , ઘી અને ગુલાબજળ મિક્સ કરવું.
  10. ત્યારબાદ તેમાં સેવ નાંખવી. મીડીયમ ગેસ પર થવા દેવું. વધારે હલાવવું નહીં.
  11. જ્યારે મિશ્રણ પેણી ની ધાર છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરી દેવો.
  12. એક થાળીમાં ઘી લગાડવું. સેવનું મિશ્રણ તેમાં પાથરી દેવું. તેની ઉપર માવો પાથરવો. ચમચાથી જરા દબાવી દેવું. તેની ઉપર કાપેલી બદામ પાથરવી. ફરી થોડું દબાવી દેવું.
  13. ઠંડુ પડે પછી ટુકડા કરી લેવા.

Reviews for Sev Barfi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev Barfi in gujarati

  • સેવ

    1 likes
  • બરફી

    7 likes
  • બરફી

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • ઍપલ બરફી

    4 likes
  • સેવ બરફી

    3 likes