દાળ ઢોકળી | Dal Dhoklli Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  11th Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
  • Photo of Dal Dhoklli by Bhavana Kataria at BetterButter
દાળ ઢોકળીby Bhavana Kataria
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

3

1

દાળ ઢોકળી વાનગીઓ

દાળ ઢોકળી Ingredients to make ( Ingredients to make Dal Dhoklli Recipe in Gujarati )

  • અ) દાળ માટે
  • ૧ કપ સમારેલા બટેટા
  • ૧/૨ કપ સમારેલા કાંદા
  • ૧/૪ કપ સમારેલા ટામેટા
  • ૧/૨ કપ કુલેવર
  • ૧/૪ કપ બાફેલી શીંગ ના દાણા
  • ૨ મોટી ચમચી તેલ
  • ૧ નાની ચમચી આદું મરચા ની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી લસણ ની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી રાઈ જીરું
  • ચપટી હિંગ
  • ૧ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૨ નાની ચમચી હળદર પાવડર
  • ૧ નાની ચમચી ધાણા જીરુ પાવડર
  • ૨-૩ લાલ સુકા મરચા
  • ૫-૭ મીઠો લીમડાના પાન
  • ૧ મોટી ચમચી લીંબુનો રસ
  • ચપટી સુકી કસુરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ
  • ૧ વાટકી તુવેરની દાળ
  • કોથમીર સજાવટ માટે
  • બ) ઢોકળી માટે
  • ૧ કપ ઘઉંનો લોટ
  • ૧/૪ કપ ચણાનો લોટ
  • ચપટી હળદર
  • લાલ મરચું પાવડર જરૂરિયાત પ્રમાણે
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂરિયાત મુજબ

How to make દાળ ઢોકળી

  1. સૌ પ્રથમ તુવેરની દાળને બાફી લો.
  2. એક કડાઈ લો.
  3. તેમાં તેલ ગરમ મૂકો.
  4. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખો.
  5. ચપટી હિંગ નાખો.
  6. રાઈ જીરું ના દાણા ફૂટે એટલે તેમાં લાલ સૂકું મરચું અને લીમડાના પાન નાખો.
  7. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીને સાંતળો.
  8. ઝીણા સમારેલા કાંદા ઉમેરો.
  9. કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને સાંતળો.
  10. હવે તેમાં ટમેટા ઉમેરો.
  11. એક થી બે મિનિટ સુધી ચઢવા દો.
  12. હવે તેમાં બટેટા ઉમેરીને બે-ત્રણ મિનિટ સુધી ચડવા દો.
  13. ફૂલેવર નાખી મિક્સ કરો.
  14. હવે લાલ મરચું પાવડર, હળદર, ધાણા-જીરુ પાવડર, મીઠું વગેરે નાખીને હલાવો.
  15. થોડું પાણી ઉમેરો.
  16. મિશ્રણને પાંચ મિનિટ ચડવા દો.
  17. હવે બફાયેલી દાળને કૂકરમાં થી કાઢી લો.
  18. તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને તેને જેરણી ની મદદથી ક્રશ કરી લો.
  19. હવે તેમાં શાકભાજી નું મિશ્રણ ઉમેરીને ગેસ પર ઉકાળવા મુકો.
  20. એક કાથરોટ લો.
  21. તેમાં ઘઉં અને ચણાનો લોટ ઉમેરો.
  22. મરચું પાવડર, હળદર અને મીઠું નાખો.
  23. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  24. લોટ બંધાઈ જાય એટલે તેને પાંચ મિનિટ સુધી રહેવા દો.
  25. ત્યારબાદ ઢોકળી ના લોટ ના ગુંદલા કરીને તેને રોટલી કરતાં સહેજ જાડા વણી લો.
  26. છરી ની મદદ થી તેના ટુકડીના આકારમાં કાપા પાડી લો.
  27. આ ઢોકળીને ઉકળતી દાળ ના મિશ્રણ માં નાખો.
  28. લીંબુનો રસ નાખો.
  29. સુકી કસુરી મેથી નાખીને બરાબર મિક્સ કરી લો.
  30. જો મિશ્રણ તમને જાડું લાગે તો તમે થોડું પાણી ઉમેરો.
  31. ૧૦-૧૫ મિનિટ સુધી ચઢવા દો.
  32. ઢોકળી ચડી ગઈ છે કે નહીં તે ચેક કરી લો.
  33. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  34. ગરમાગરમ દાળ ઢોકળી સર્વ કરવા માટે તૈયાર છે.

My Tip:

તમે આ દાળઢોકળી માં કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.

Reviews for Dal Dhoklli Recipe in Gujarati (1)

Bhavana Katariaa year ago

Good one
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો