હોમ પેજ / રેસિપી / દૂધી ના મિક્સ લોટ ના મુઠીયા

Photo of Dudhi na mix lot na muthiya by Bhumi G at BetterButter
1047
2
0.0(0)
0

દૂધી ના મિક્સ લોટ ના મુઠીયા

Aug-11-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધી ના મિક્સ લોટ ના મુઠીયા રેસીપી વિશે

દૂધી ના મુઠીયા હેલ્થી રેસિપિ છે. અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • બાફવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ ચણાનો લોટ
  2. ૧ કપ બાજરી નો લોટ
  3. ૧ કપ ઘઉં નો લોટ
  4. ૨૫૦ ગ્રામ દૂધી
  5. ૧ કપ મેથીના પત્તા બારીક સમારેલા
  6. નમક સ્વાદાનુસાર
  7. ૧ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧/૨ ચમચી હળદરનો પાવડર
  9. ૨ ચમચી લીંબુ નો રસ
  10. ૨ ચમચી ખાંડ
  11. ૧ ચમચી ગરમ મસાલા પાવડર
  12. વઘાર માટે
  13. ૧ ચમચો તેલ
  14. ૧ ચમચી રાય
  15. ૧ ચમચી તલ સફેદ
  16. મીઠો લીમડો
  17. કોથમીર

સૂચનાઓ

  1. એક વાસણ માં બધાજ લોટ નાખો
  2. તેમાં છીણેલી દૂધી નાખો
  3. પછી તેમાં મેથી ની ભાજી નાખો
  4. હવે તેમાં બધાજ મસાલા નાખો
  5. ખાંડ અને લીંબુ પણ નાખો
  6. હવે તેનો લોટ બાંધો તેમાં પાણી ની જરૂર નહીં પડે કારણકે દૂધી માંથી પાણી નીકળે
  7. હવે તેને લંબ ગોળ આકાર આપી સ્ટીમર માં ૧૫ મિનિટ માટે સ્ટીમ કરો
  8. સ્ટીમર ઠંડુ થાય પછી ખોલવું
  9. હવે ઢોકળા ને બહાર નીકળી ચાકુ થી કાપા કરો
  10. હવે એક કડાઈ માં તેલ ગરમ કરી રાય, તલ અને લીમડો નાખી વઘાર કરવો.
  11. તેમાં કટ કરેલા મુઠીયા નાખી હલાવો
  12. ૨/૪ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
  13. ગરમા ગરમ ચાઇ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર