હોમ પેજ / રેસિપી / શાહી મીઠા પુડલા

Photo of Shahi Mitha Pudla by Rani Soni at BetterButter
1039
2
0.0(0)
0

શાહી મીઠા પુડલા

Aug-13-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી મીઠા પુડલા રેસીપી વિશે

બહુ જલદી બની જતી આ વાનગી મીઠી વસ્તુ ખાનાર માટે મજા પડી જશે. મીઠા પુડલા ને શાહી રીતે સજાઈ બનાવ્યાં છે તમે પણ બનાવો તમારા રસોડે આ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1/2 કપ ઘઉં નો લોટ
  2. 1/2 કપ ખાંડ
  3. 1 ચમચી વરીયાળી
  4. 1/4 નાની ચમચી અેલચી પાવડર
  5. 1 ચમચી તેલ
  6. 1 ચમચી દૂધ
  7. 3/4 કપ પાણી
  8. 2 ચમચી ઘી શેકવા
  9. સજાવવા માટે:
  10. 1 ચમચી ખસખસ
  11. 2 ચમચી બદામ પિસ્તા સમારેલ
  12. વરખ જરુર મુજબ
  13. 2-3 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. અેક બાઉલ માં ઘઉં નો લોટ,ખાંડ ,વરીયાળી,અેલચી પાવડર, તેલ, દૂધ લો
  2. હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટના ગઠ્ઠા ના રહે તેમ હલાવતા જઈને
  3. બહુ ઘટ્ટ પણ નહી અને બહુ પાતળું પણ નહી એવું ખીરું તૈયાર કરવું
  4. ખીરા ને 20 મિનીટ મૂકી રાખો
  5. ગેસ પર નોન-સ્‍ટીક તવાને ગરમ કરો
  6. તેમાં 2 ચમચી ખીરૂ રેડો
  7. મીઠા પુડલા ઉપર ઘી લગાઈ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન શેકો
  8. મીઠા પુડલા ને પિરસવા ની ડીશ માં લઈ
  9. મીઠા પુડલા ઉપર ખસખસ,બદામ પિસ્તા સમારેલ, વરખ,ગુલાબ ની પાંદડી મૂકી ગરમા ગરમ સર્વ કરો
  10. શાહી મીઠા પુડલા તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર