સુખડી | Sukhadi Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  13th Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Sukhadi by Bhavana Kataria at BetterButter
સુખડીby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

11

1

સુખડી વાનગીઓ

સુખડી Ingredients to make ( Ingredients to make Sukhadi Recipe in Gujarati )

 • અ) લોટ શેકવા માટે
 • ૧ કપ ઘી
 • ૨ કપ ઘઉંનો લોટ
 • બ) સુખડી બનાવવા માટે
 • ૧ કપ ગોળ
 • ૧ કપ ઘી
 • ૨ મોટી ચમચી દૂધ

How to make સુખડી

 1. સૌપ્રથમ એક કડાઈમાં ૧ કપ ઘી ઉમેરો.
 2. તેમાં ૨ કપ ઘઉંનો લોટ નાખો.
 3. ઘી અને ઘઉંનો લોટ બરાબર મિક્સ કરી લો.
 4. ઘઉંનો લોટ ગુલાબી કલરનો થાય ત્યાં સુધી તેને શેકો.
 5. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
 6. હવે બીજી કડાઈ લો.
 7. તેમાં એક કપ ઘી ઉમેરો.
 8. ગોળ પણ ઉમેરો.
 9. ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો.
 10. હવે મિશ્રણમાં ગોળ ના ફૂલ આવવાનું ચાલુ થાય ત્યારે તેમાં શેકેલો ઘઉંનો લોટ ઉમેરો.
 11. ઘઉંનો લોટ મિશ્રણમાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી તેને હલાવો.
 12. દૂધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
 13. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
 14. હવે એક થાળીમાં થોડુંક ઘી લગાવી લો.
 15. સુખડીના મિશ્રણને થાળી માં બરાબર પાથરો.
 16. મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના કાપા પાડી લો.
 17. ગરમાગરમ અને કરકરી સુખડી સર્વ કરવા માટે તૈયાર છે.

My Tip:

મે આ સુખડી માં ડ્રાય ફુટ નો ઉપયોગ નથી કર્યો તમે ચાહો તો છીણેલું કોપરું અને ડ્રાય ફુટ નો ઉપયોગ કરી શકો છો.

Reviews for Sukhadi Recipe in Gujarati (1)

Bhavana Katariaa year ago

My fav.
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો