BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફૂલવડી

Photo of Fulwadi by Bharti Khatri at BetterButter
0
2
0(0)
0

ફૂલવડી

Aug-13-2018
Bharti Khatri
10 મિનિટ
તૈયારી નો સમય
240 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફૂલવડી રેસીપી વિશે

ફૂલવડી લગ્ન પ્રસંગે બનાવવા મા આવતુ ફરસાણ છે. તહેવાર મા પણ બનાવી શકાય છે. તે ચણા ના કકરા લોટ અને દહી થી બનાવાય છે. અને મોટા નાના સૌને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગ્રામ ચણા નો જાડો લોટ
  2. ૧૦૦ ગ્રામ ખાટું દહીં
  3. ૧/૨ ચમચી સાજી ના ફૂલ
  4. ૧૦ મરી દાણા
  5. ૧ ચમચી સૂકા ધાણા
  6. ૧ ચમચી ગરમ મસાલો
  7. ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  8. ૧ ચમચી તલ
  9. ૫૦ ગ્રામ ખાંડ
  10. ૫૦ ગ્રામ રવો
  11. ૧/૨ ચમચી લીંબુના ફુલ
  12. ૧/૪ ચમચી હળદર
  13. મીંઠુ સ્વાદમુજબ
  14. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. એક વાસણ મા દહીં ,તેલ, સાજીનાં ફૂલ મિક્સ કરી ખૂબ ફીણવું.
  2. તેમા ચણાનો જાડો લોટ નાખી મરી, ધાણા, ગરમ મસાલો, મીંઠુ, લાલ મરચુ પાઉડર, હળદર, તલ, ખાંડ, રવો અને લીંબુના ફુલ નાખી બરાબર મિક્સ કરો.
  3. તેમાં થોડુ પાણી નાખી ઝારા પર ઘસાય તેવું ઢીલું રાખવું. ૨ થી ૩ કલાક પલળવા દેવું. આ રીતે મિશ્રણ તૈયાર કરવુ.
  4. કડાઈ મા તેલ બરાબર કકડતું ગરમ થાય એટલે થોડું તેલ પલાળેલા લોટ મા નાખવું પછી ખૂબ ફીણવું.
  5. હવે તેલ પર ફૂલવડી નો ઝારો ગોઠવી પહોળા ચમચા થી લોટ લઈ લોટ દબાવવો.
  6. આ રીતે ફૂલવડી બનાવવી.
  7. હવે થોડી લાલાશ પડતી થાય ત્યા સુધી તળવી.
  8. હવે તૈયાર છે ફૂલવડી ઠંડી થાય એટલે ચા કે કોફી કે પછી જમવા મા ફરસાણ મા પીરસીને મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર