હોમ પેજ / રેસિપી / સેયલ ફુલકા

Photo of Seyal fulka by Harsha Israni at BetterButter
313
2
0.0(0)
0

સેયલ ફુલકા

Aug-14-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેયલ ફુલકા રેસીપી વિશે

સેયલ ફુલકા ઘંઉની રોટલીમાંથી બનેલી સીંધી ડીશ છે.જે જલ્દી બની પણ જાય છે. રાતની વધેલી રોટલીમાંથી પણ બનેછે જે ખાવામાં ટેસ્ટી લાગે છે. સેયલ ફુલકાને વઘારેલી રોટલી પણ કહી શકાય .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૭-૮ ઘંઉની રોટલી
  2. ૧ કપ ડુંગળી (ઝીણા સમારેલા)
  3. ૧ કપ ટામેટા (ઝીણા સમારેલા)
  4. ૩ -૪ લીલા મરચા(ઝીણા સમારેલા )
  5. ૧ ચમચી રાઈ
  6. ૧ ચમચી લીંબુનો રસ
  7. ૧/૪ કપ કોથમીર (ઝીણા સમારેલા )
  8. મીઠુ જરુર મુજબ
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧ મોટો ચમચો તેલ

સૂચનાઓ

  1. સો પહેલા ૭-૮ ઘંઉની રોટલી લઈ મીડીયમ ટુકડા કરી દો.
  2. અેક કઢાઈ લઈ તેમાં ૧ મોટો ચમચાે તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.પછી ડુંગળીઅને લીલા મરચા ઉમેરો. આછા ગુલાબી રંગની ડુંગળી થાય ત્યારે લાલ મરચુ નાખી ટામેટા ઉમેરો.પછી હળદર,મીઠુ,લીંબુનો રસ ,થાેડુ પાણી ઉમેરી ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.ગે્વી તૈયાર છે.(૧ ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય )
  3. ગે્વીમાં છેલ્લે રોટલીના ટુકડા ઉમેરી ૧કપ પાણી નાખી મીકસ કરો. ૨ મિનિટ ઢાંકણથી ઢાંકી ધીમી આંચે ચઢવા દો.જો જરુર લાગે તો થોડુ પાણી વધારે ઉમેરી શકાય.
  4. તૈયાર છે સીંધી સેયલ ફુલકા ,કોથમીરથી સજાવી ને છાશ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર