હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટના કુકીઝ

Photo of Wheat Flour Chocolate Cookies by Naina Bhojak at BetterButter
714
3
0.0(0)
0

ઘઉંના લોટના કુકીઝ

Aug-16-2018
Naina Bhojak
1 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
9 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટના કુકીઝ રેસીપી વિશે

આ રેસીપી ઘઉં ના લોટ અને મધ માંથી બનાવી છે અને ચોકલેટ નો ટેસ્ટ આપ્યો છે તો બાળકો માટે અને બધા માટે પણ બહુ સ્વાસ્થ્ય પ્રદ છે ઘઉં ના લોટ ના કારણે પચવા માં પણ ખૂબ હલકી છે .

રેસીપી ટૈગ

  • શિશુ ની વાનગીઓ
  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • ફીણવું
  • બેકિંગ
  • ફ્રીઝ કરવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 9

  1. ઘઉં નો ઝીણો લોટ (રોટલી નો) ૨૦૦ ગ્રામ
  2. ચોકોલેટ ડ્રિંકિંગ પાઉડર ૩ ટેબલસ્પૂન
  3. મધ ૩ ટેબલસ્પૂન
  4. દૂધ ૧/૨ કપ (જોઈએ તો ઉમેરવુ)
  5. ઘી ૧૦૦ ગ્રામ દેશી લેવું
  6. કાજુ ૪ ટેબલસ્પૂન
  7. ચોકલેટ એસેન્સ ૧/૨ ટી સ્પૂન
  8. ૧/૨ ટી સ્પૂન સોડા
  9. ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર.
  10. ચોકો ચિપ્સ ગાર્નિશ કરવા માટે
  11. દળેલી ખાંડ ૧ & ૧/૨ કપ

સૂચનાઓ

  1. ઘી માં ખાંડ નાખી એક જ બાજુ હલાવી ને મિશ્રણ તૈયાર કરો.
  2. મિશ્રણ નો કલર બદલાય એટલે કે સફેદ થઈ જાય.
  3. ત્યાં સુધી હેન્ડ બ્લેન્ડર થીજ હલાવી ને મિક્સ કરો.
  4. એના વડે જ મિક્સ કરવું હાથ નો ઉપયોગ હલાવવા માં ના કરવો.
  5. ત્યારબાદ એમા મધ એસેન્સ અને ઘઉં નો લોટ ચાળીને ધીમે ધીમે નાખતા જવું.
  6. ચોકૉલેટ પાવડર પણ ઉમેરી લેવો.
  7. હવે બધું સરખું મિક્સ કરવું ૧/૨ ટી સ્પૂન સોડા.
  8. ૧/૨ ટી સ્પૂન બેકિંગ પાવડર ઉમેરી મિશ્રણ ને લોટ ની જેમ મિક્સ કરી લેવું.
  9. હવે જો જરૂર લાગે તો થોડું દૂધ ઉમેરી કુકીઝ નો લોટ બાંધી લેવો.
  10. થોડું હાથ પર ઘી લગાવી સારી રીતે મસળી લેવો.
  11. આ લોટ ને બહુ મસળવાની જરૂર રહેતી નથી.
  12. હવે કુકીઝ ના આ લોટ ને પાટલા પર પ્લાસ્ટિક મૂકી ને વણી લો.
  13. કુકી કટર થી આપણી મનપસંદ મોલ્ડ થી કુકી કટ કરી લો.
  14. આવી રીતે કર્યા પછી ૧૦મિનિટ માટે ફ્રીઝ માં ઉપરના ભાગ માં મુકો.
  15. ત્યારબાદ તેને ઓવન ટ્રે માં બટરપેપર મૂકી થોડા અંતરે મૂકો.
  16. ઓવેન ૧૮૦ડિગ્રી પર ૫ મિનિટ પેલા પ્રિહિટ કરીલો.
  17. પછી ૨૫ મિનિટ માટે બિસ્કિટ ને બેક કરવા મૂકી દો.
  18. પછી બહાર કાઢી ૧ કલાક ઠંડા થવા દો.
  19. ત્યારબાદ એર ટાઈટ બરની માં ભરી દો.
  20. આ બિસ્કિટ ૧૫ થી ૨૦દિવસ બહાર જ રાખી શકાય છે.
  21. કુકીઝ પર કાજુ લગાવી ને શેકવા.
  22. કુકીઝ પર ચોકો ચિપ્સ થઈ સજાવટ કરવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર