હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટ ની ચકરી

Photo of Wheat flour chakri by Bharti Khatri at BetterButter
543
1
0.0(0)
0

ઘઉંના લોટ ની ચકરી

Aug-16-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટ ની ચકરી રેસીપી વિશે

ઘઉંના લોટ ની ચકરી બનાવવા મા બહુ સહેલી અને સ્વાદિષ્ટ પણ છે. એની બધીજ સામગ્રી ઘર મા મળી રહે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૨ ચમચી લાલ મરચુ પાઉડર
  3. ૨ ચમચી ધાણાજીરુ પાઉડર
  4. ૧ ચમચી ગરમ મસાલો
  5. ૨ ચમચી તલ
  6. ૧ ચમચી અજમો
  7. ૨ ચમચા મલાઈ
  8. સ્વાદમુજબ મીંઠુ
  9. તેલ જરૂરીયાત મુજબ

સૂચનાઓ

  1. પરાત મા ઘઉંનો લોટ લઈ તેમા લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, તલ, અજમો, મીંઠુ અને મલાઈ બધુ મિક્સ કરી લો.
  2. હવે પાણી જરૂરીયાત મુજબ લઇ ઢીલો લોટ બાંધી લો.
  3. ચકરી ના મશીન મા અંદર થી તેલ લગાવી લેવું.
  4. તેલ ચોપડેલ મશીન મા લોટ ભરી લેવો.
  5. મશીન થી આ રીતે બધી ચકરી બનાવી લેવી.
  6. તેલ બરાબર ગરમ થાય એટલે તેમા ચકરી ગેસ ની ધીમી આંચ પર તળવી.
  7. આ રીતે થોડી લાલાશ પડતી થાય ત્યા સુધી તળવી. બધી ચકરી આ રીતે તળી લેવી.
  8. ઘઉંના લોટ ની ચકરી તૈયાર છે તેને ચા, કોફી સાથે કે પછી બાળકના નાસ્તા ના ડબ્બા મા પણ આપી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર