હોમ પેજ / રેસિપી / નાયલોન ખમણ

Photo of Nayalon Khaman by Bharti Khatri at BetterButter
342
1
0.0(0)
0

નાયલોન ખમણ

Aug-18-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નાયલોન ખમણ રેસીપી વિશે

ખમણ ગુજરાતી લોકો માટે ની ખાસ ફરસાણ છે તે બનતા વાર જ ના લાગે કોઈ મહેમાન આવ્યા હોય તો નાસ્તા તરીકે પણ ફટાફટ તૈયાર થઈ જાય છે. ખમણ ચણા ના લોટ માથી બનાવવા મા આવે છે અને બધા ને ભાવે પણ ખુબ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 7

  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. ૧ ચમચી વાટેલા આદુ લીલામરચા
  3. ચપટી હીંગ
  4. ૨ ચમચી તેલ
  5. ૧.૫ ચમચી લીંબુના ફુલ
  6. ૧ ચમચી સાજી ના ફૂલ
  7. ૧ ચમચી રાઈ
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૩ થી ૪ લીલામરચા
  10. ૪ ચમચી ખાંડ
  11. મીંઠુ સ્વાદમુજબ
  12. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. ચણાના લોટ મા મીંઠુ, લીંબુના ફુલ, હળદર અને હીંગ નાખવી.
  2. હવે તેમા આદુ મરચા વાટેલા અને પાણી નાખીને ખીરુ તૈયાર કરવુ પછી ખીરા મા સાજી ના ફુલ નાખી ખુબ હલાવવું.
  3. ખીરુ ખૂબ હલાવવા થી ફુલશે કે તરત થાળી મા રેડી દેવુ.
  4. આ રીતે ઢોકળા ના કૂકર મા પાણી રેડી ને તેની ઉપર કાઠો મૂકી તેની પર ખમણ ની થાળી મૂકી ઢાંકી દેવુ. ૧૫ મિનિટ મા ખમણ થઈ જાય એટલે ઠંડા પડ્યા પછી કાપા કરી લેવા.
  5. હવે વઘાર માટે તેલ ગરમ કરી રાઈ તટડાવી લીલામરચા ઊભા સમારીને મોટા કટકા કરીને નાખવા. ૧.૫ કપ પાણી રેડવું ખાંડ નાખી પાણી ઉકળવા દેવુ હવે કાપા કરેલ થાળી મા રેડી દેવુ..
  6. તૈયાર છે ટેસ્ટી નાયલોન ખમણ તળેલા મરચા સાથે મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર