ઝટપટ થાલીપીઠ | Jatpat Thalipeeth Recipe in Gujarati

ના દ્વારા JYOTI BHAGAT PARASIYA  |  20th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Jatpat Thalipeeth by JYOTI BHAGAT PARASIYA at BetterButter
ઝટપટ થાલીપીઠby JYOTI BHAGAT PARASIYA
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  12

  મીની
 • પીરસવું

  4

  લોકો

4

0

ઝટપટ થાલીપીઠ

ઝટપટ થાલીપીઠ Ingredients to make ( Ingredients to make Jatpat Thalipeeth Recipe in Gujarati )

 • ૧ કપ ઘઉં નો લોટ
 • ૧/૨ કપ ચોખા નો લોટ
 • ૨ ચમચી ચણા નો લોટ
 • ૨ બાફેલા અને મસળેલા નાના બટાટા
 • ૧ ચમચી લીલા મરચાં તથા લસણ પેસ્ટ
 • ૧/૪ કપ સમારેલા લીલા ધાણા
 • ૧ ચમચી સફેદ તલ
 • ૨ ચમચી તેલ
 • ૧ નાની ચમચી લાલ મરચાં પાવડર
 • ૧ નાની ચમચી હળદર
 • મીઠું સ્વાદનુસાર
 • પાણી જરૂરમૂજબ
 • અન્ય સામગ્રી
 • તેલ થાલીપીઠ શેકવા માટે

How to make ઝટપટ થાલીપીઠ

 1. સર્વ પ્રથમ એક મોટા વાસણ માં ઘઉં નો લોટ, ચોખા નો લોટ તથા ચણા નો લોટ લો.
 2. તેમાં બાફેલા તથા મસળેલા બટાટા ઉમેરો.
 3. હવે તેલ,લીલા ધાણા,તલ,મીઠું તથા સામગ્રી માં આપેલ બધા મસાલા ઉમેરો.
 4. એક વખત હલકું મિક્સ કરી લો.
 5. હવે ધીરે ધીરે પાણી ઉમેરી રોટલી કરતા થોડો નરમ લોટ બાંધો(યાદ રહે કે બટાટા ને કારણ પાણી થોડું ઓછું જોઇશે)
 6. લોટ ને ૧૫ મિનિટ ઢાંકી ને બાજુ માં મૂકી દો.
 7. ૧૫ મિનિટ બાદ લોટ માંથી લીંબુ સમાન લુઆ કરી લો.
 8. લુઆ ને સુખા લોટ માં રગદોળી નાની અને જાડી રોટલી ની જેમ હલકા હાથ થી વણી લો.
 9. થાલીપીઠ ના મધ્ય ભાગ માં નાનું અમથું છેદ કરી લો.
 10. ગરમ તવા માં થોડું તેલ લગાડી થાલીપીઠ ને મધ્યમ આંચ પર શેકવા મુકો.
 11. આવી જ રીતે બીજી બાજુ પણ તેલ લગાડી સોનેરી રંગ આવે ત્યાં સુધી શેકી લો.
 12. બાકી રહેલ થાલીપીઠ પણ આજ રીતે તૈયાર કરી લો.
 13. ગરમા ગરમ થાલીપીઠ બનીને તૈયાર છે.
 14. થાલીપીઠ ને ચટણી,ઠેચા,દહીં,અથાણું અથવા ચા સાથે સવાર અથવા સાંજ ના નાસ્તામાં પરોસો.

My Tip:

અહીં તમે ડુંગળી તથા અન્ય શાક નો ઉપયોગ પણ કરી શકો છો.

Reviews for Jatpat Thalipeeth Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો