હોમ પેજ / રેસિપી / ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ

Photo of Wheat flour vegetable Appe/Appam by Harsha Israni at BetterButter
694
1
0.0(0)
0

ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ

Aug-21-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘંઉના લોટના વેજીટેબલ અપ્પે/અપ્પમ રેસીપી વિશે

અપ્પે સાઉથ ઈન્ડિયન ડીશ છે જે રવા,ચોખામાંથી બનાવવામાં આવેછે.આ અપ્પે ઘંઉના લોટમાંથી બનાવેલા છે જે પૌષ્ટિક છે અને જલ્દીબની જાય તેવી ડીશ છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ ઘંઉનો લોટ
  2. ૧ કપ દહીં
  3. ૧/૨ રવો
  4. ૧ કપ ઝીણી સમારેલી શાકભાજી (કોબીજ,ગાજર,શીમલા મરચા )
  5. ૨ ટી-સ્પૂન આદુ -લસણની પેસ્ટ
  6. મીઠું જરુર મુજબ
  7. તેલ
  8. ૩ -૪ લીલા મરચા
  9. ૧ ટીસ્પૂન ઈનો
  10. ૭ - ૮ મીઠ્ઠા લીમડાના પાન (ઝીણા સમારેલા)
  11. ૧ ટીસ્પૂન રાઈ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક કઢાઈમાં ઘંઉનો લોટ કોરો શેકી લો.
  2. એક બાઉલમાં શેકેલો ઘંઉનો લોટ ,રવો,દહીં,મીક્સ શાકભાજી,લીલા મરચા,મીઠુ,મીઠ્ઠો લીમડો,આદુ-લસણની પેસ્ટ મીકસ કરી ૧ કપ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો.૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
  3. અેક કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી રાઇ ઉમેરી ખીરામાં વગાર કરો.છેલ્લે ખીરામાં ઈનો મીક્સ કરો.જરુર પડે તો થોડુ પાણી ઉમેરો.ઈડલી જેવુ ખીરુ હોવુ જોઈએ.
  4. તેલથી ગી્સ થયેલા અપ્પેના ગરમ સ્ટૅનડમાં ચમચી વડે ખીરુ નાખો.૫ મિનિટ ઢાંકીને ધીમી આંચે રહેવા દો.
  5. અેપ્પેને બીજી બાજુ પલટાવીને તેલ લગાડી ૩ મિનિટ માટે ફરી ઢાંકીને ધીમી આંચે રહેવા દો.
  6. તૈયાર છે ઘંઉના વેજીટેબલ અપ્પે સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર