હોમ પેજ / રેસિપી / શાહી સક્કર પારા

Photo of Shahi skkar pare by Jyoti Adwani at BetterButter
248
6
0.0(0)
0

શાહી સક્કર પારા

Aug-22-2018
Jyoti Adwani
30 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શાહી સક્કર પારા રેસીપી વિશે

કોઈ પણ તહેવાર માટે ખૂબ સરસ વાનગી છે આ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો ૨૫૦ ગ્રામ
  2. મીઠું ચપટી જેટલું
  3. ખાંડ ૨૫૦ ગ્રામ
  4. કેસર ૫ થી ૭ તણખલા
  5. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મેંદા માં મીઠું અને ૧ ચમચી જેટલું તેલ નું મોંણ નાખી ને લોટ બાંધી લો.
  2. લોટ મીડીયમ બાંધવાનો છે.નરમ પણ નહીં અને કઠણ પણ નહીં.
  3. લોટ ને ૧૫ મિનિટ માટે ઢાંકી ને મૂકી દો.
  4. હવે ચાસણી બનાવી લેશું.
  5. ખાંડ ડૂબે એટલું પાણી નાખી ને ગરમ કરવા મુકો અને તેમાં કેસર ને પાણી માં પલાળી રાખો અને આ પણ ઉમેરો પછી ૧ તારની ચાસણી બનાવો.
  6. હવે લોટ માંથી એક લોઈ લઈને રોટલી વણી લો અને તેને ચોરસ આકાર માં કાપી લો.
  7. હવે તેમાં વચ્ચે થી કાપા મુકો.પણ ધ્યાન રાખજો કે વચ્ચે જ કાપા પાડવાના છે.
  8. હવે તેને ચારે બાજુ પાણી લગાડીને તેમાં થી પાન જેવો આકાર આપો.
  9. બધા જ સક્કર પારા એવીજ રીતે બનાવી લો.
  10. હવે તેને તેલ માં તળી લો.
  11. તળી લીધા પછી તેને થન્ડા થવા દો.અને પછી ચાસણી માં ડુબાડી રાખો ૫ મિનિટ માટે.
  12. હવે ચાસણી માંથી બહાર કાઢી લો.તૈયાર છે આપણા શાહી સક્કર પારા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર