પનીર માવા ના ગુલાબ જાબું | Paneer Mawa Gulab Jamun Recipe in Gujarati

ના દ્વારા Lipti Ladani  |  22nd Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Paneer Mawa Gulab Jamun by Lipti Ladani at BetterButter
પનીર માવા ના ગુલાબ જાબુંby Lipti Ladani
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

પનીર માવા ના ગુલાબ જાબું

પનીર માવા ના ગુલાબ જાબું Ingredients to make ( Ingredients to make Paneer Mawa Gulab Jamun Recipe in Gujarati )

 • ૧૫૦ ગ્રામ મોળો માવો
 • ૫૦ ગ્રામ પનીર
 • ૪ ચમચી મેંદો
 • ૨૦૦ ગ્રામ ખાંડ
 • પાણી જરૂર મુજબ
 • ૨ ચપટી બેકિંગ સોડા
 • ૧/૨ ચમચી ઇલાયચી પાવડર
 • થોડો લીમ્બુ નો રસ
 • ઘી તળવા માટે

How to make પનીર માવા ના ગુલાબ જાબું

 1. એક બાઉલમાં માવો લો તેમાં પનીર , મેંદો લઈ એકદમ મસળવુ ,પછી બે ચપટી બેકિંગ સોડા નાખી એકદમ મીક્ષ કરી લો.
 2. પછી એની ગોળી વાળવી તીરાડ ના રેહવી જોઈએ.
 3. પછી એક કડાઈમાં ઘી ગરમ કરો ગેસ મીડીયમ જ રાખો, ગરમ થાય પછી ગોળીઓ ને તળી લેવી ધીમે ગેસ પર.
 4. પછી એક કડાઈમાં ખાન્ડ લઈ તેમાં પાણી નાંખી ચાસણી લો. ઉકાળો આવે એટલી જ લેવાની તાર નઈ થવા દેવાના.
 5. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાવડર અને લીમ્બુ નો રસ ઉમેરો, ત્યાર બાદ ગરમ ચાસણી માં જ જાબુ નાખી ૧ કલાક રેહેવા દો.પછી ઠંડા કરી ઉપર કાજુ ની કતરણ નાખી સર્વ કરવા . કોઈ ને ઠંડા ના ભાવે તો એમ પણ ખાઈ શકે.
 6. તૈયાર છે પનીર માવા ના ગુલાબ જાબું.

My Tip:

આમાં ડ્રાયફ્રુટ નુ સ્ટફિંગ પણ કરી શકાય

Reviews for Paneer Mawa Gulab Jamun Recipe in Gujarati (0)