હોમ પેજ / રેસિપી / કાઠિયાવાડી થાબડી પેંડા

Photo of Kathiyawadi Thabdi Peda by Dhara joshi at BetterButter
274
9
0.0(0)
0

કાઠિયાવાડી થાબડી પેંડા

Aug-30-2018
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠિયાવાડી થાબડી પેંડા રેસીપી વિશે

થાબડી પેંડા ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો.

રેસીપી ટૈગ

 • તહેવાર ની મઝા
 • વેજ
 • આસાન
 • નવરાત્રી
 • ગુજરાત
 • ઉકાળવું
 • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

 1. 500 મિલી લીટર દૂધ
 2. 3 મોટી ચમચી ખાંડ
 3. 1 મોટી ચમચી ઘી
 4. 1 નાનો ટુકડો ફટકડી
 5. 1 નાની ચમચી એલચી પાવડર
 6. 1 નાની ચમચી લિક્વિડ ગ્લુકોઝ ( ઓપ્શનલ )

સૂચનાઓ

 1. દૂધ ને નોનસ્ટીક મા ઉકળવા મૂકો ત્યારબાદ ફટકડી ટૂકડો નાખી દૂધ ને ચલાવતા ચલાવતા ફાળો.
 2. બીજી બાજુ નોન સ્ટીક પેન મા ખાંડ ને મધ્યમ ગેસ પર સતત ચલાવતા રહી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી ઓગાળી લો.
 3. હવે આ ખાંડ નુ કોફી કલર નુ મિશ્રણ દૂધ મા ઊમેરો.
 4. ઘી,,લિક્વિડ ગ્લુકોઝ અને એલચી પાવડર નાખીને મિશ્રણ માંથી ઘી છૂટૂ પડે ત્યાં સુધી સતત ચલાવતા રહેવુ.
 5. ગેસ બંધ કરી મિશ્રણ થાળી મા કાઢી ઠંડુ થવા દો.
 6. ત્યારબાદ તેના પેંડા વાળી લો. .બંધ ડબ્બા મા સ્ટોર કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર