કાજુ બદામ કતરી | Cashew Almond Fudge Recipe in Gujarati

ના દ્વારા Bhavana Kataria  |  30th Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Cashew Almond Fudge by Bhavana Kataria at BetterButter
કાજુ બદામ કતરીby Bhavana Kataria
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  5

  લોકો

4

1

કાજુ બદામ કતરી વાનગીઓ

કાજુ બદામ કતરી Ingredients to make ( Ingredients to make Cashew Almond Fudge Recipe in Gujarati )

 • ૧/૨ કપ કાજુ
 • ૧/૪ કપ બદામ
 • ૧/૨ કપ ખાંડ
 • ૧/૪ કપ પાણી
 • ૧/૪ નાની ચમચી ઇલયચી પાવડર
 • ૧/૪ નાની ચમચી ગુલાજળ
 • ચાંદી નો વરખ

How to make કાજુ બદામ કતરી

 1. એક કઢાઈ લો.
 2. તેમાં બદામ ઉમેરો.
 3. ધીમા તાપે બદામને એક મિનિટ સુધી શેકો.
 4. બદામને સતત હલાવતા રહો.
 5. ત્યારબાદ તેમાં કાજુ ઉમેરો.
 6. બદામ અને કાજુ બન્નેને બે મિનિટ સુધી ધીમા તાપે શેકો.
 7. ગેસ બંધ કરી દો.
 8. શેકેલા કાજુ બદામ ને એક બાઉલમાં કાઢી લો.
 9. હવે તેને ઠંડા પડવા દો.
 10. શેકેલા કાજુ બદામ ઠંડા પડે એટલે એક મિક્સરની જારમાં તેને નાખીને પીસી લો.
 11. પીસતી વખતે થોડા થોડા અંતરે કાજુ અને બદામ ને ચેક કરી લો.
 12. એક રસ પાવડર બને ત્યાં સુધી પીસો.
 13. ધ્યાન રાખો કે પીસતી વખતે બદામ અને કાજુ માથી તેલ ન છૂટે.
 14. હવે એક કઢાઈ લો.
 15. તેમાં ખાંડ અને પાણી ઉમેરો.
 16. ગુલાબ જળ પણ ઉમેરો.
 17. ધીમા તાપે ખાંડને ઓગાળો.
 18. ખાંડ ઓગળી જાય એટલે તેમાં કાજુ-બદામનો પાઉડર નાખો.
 19. ધીમા તાપે તેને હલાવો.
 20. ધ્યાન રાખો કે કાજુ-બદામના ગાંઠા ન રહે.
 21. જો ગઠા હોય તો તેને તોડી ને બરાબર મિક્ષ કરી લો.
 22. કાજુ બદામ એક ક્રશ થાય ત્યાં સુધી હલાવો.
 23. થોડા સમય પછી મિશ્રણને તમારા હાથમાં લઈને ચેક કરી લો જો મિશ્રણ તમારા હાથમાં ન ચોંટે તો તે બરાબર પાકી ગયું છે.
 24. અને જો મિશ્રણ તમારા હાથમાં ચોંટે તો તેને ફરીથી એક અથવા બે મિનિટ સુધી પાકવા દો.
 25. હવે એક બાઉલ લો.
 26. તેમાં કાજુ બદામ કતરીના મિશ્રણને ઉમેરો.
 27. એક મિનિટ સુધી મિશ્રણને ઠંડું પડવા દો.
 28. હવે તમારા હાથમાં તેલ લગાવી લો.
 29. અને મિશ્રણનો બરાબર લોટ બાંધી લો.
 30. લોટ બાંધતી વખતે જો તમને જરૂર પડે તો એક થી બે ચમચી તેલ પણ ઉમેરો.
 31. ધીમા હાથે લોટ બાંધો.
 32. બહુ વધારે પણ લોટ ન બાંધવો જો આવું કરશો તો કાજુ અને બદામનું તેલ બહાર આવવા લાગશે.
 33. એક વસ્તુનું ધ્યાન રાખો જ્યારે તમે લોટ બાંધો છો ત્યારે મિશ્રણ ગરમ હોવું જરૂરી છે.
 34. જો તમને લોટ વધારે ઢીલો લાગે તો તમે એમાં એક નાની ચમચી દૂધનો પાવડર ઉમેરો.
 35. અને જો તમને લોટ વધારે કઠણ લાગતો હોય તો તેમાં એક ચમચી દૂધ નાખીને ફરીથી લોટ બાંધી લો.
 36. હવે એક થાળી લો.
 37. તેને ઊંધી મૂકી ને તેના પર ઘી અથવા તો તેલ લગાવી લો.
 38. હવે કાજુ બદામ કતરીના લોટ ને તેના પર મૂકો.
 39. વેલણની મદદથી તેને ગોળ વણી લો.
 40. ધ્યાન રાખજો કે મિશ્રણ ગરમ હોવું જરૂરી છે.
 41. હવે ઉપરી ભાગ લીસો કરવા માટે ફોઇલ પેપર ને તેના ઉપર ઢાંકો અને વણી લો.
 42. ચારથી પાંચ એમએમ ની જાડાઈ રાખો.
 43. તેના પર ચાંદીનો વરખ લગાવો.
 44. હવે કાજુ બદામ કતરીના મિશ્રણને ઠંડુ થવા દો.
 45. ઠંડુ થાય એટલે તેને કતરીના આકારમાં કાપો.
 46. કાપતી વખતે ધ્યાન રાખવું કે તે તૂટે નહીં.
 47. કાજુ બદામ કતરી પીરસવા માટે તૈયાર છે.

My Tip:

તમે આ રીતે થી કાજુ બદામ કતરી ના બદલે સાદી કાજુકતરી પણ બનાવી શકો છો.

Reviews for Cashew Almond Fudge Recipe in Gujarati (1)

Bhavana Katariaa year ago

Nice combination of cashew and almond.
જવાબ આપવો

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો