BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગુંદર ના લાડુ

Photo of GUNDER na laadu by Parul Bhimani at BetterButter
0
2
0(0)
0

ગુંદર ના લાડુ

Aug-31-2018
Parul Bhimani
60 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદર ના લાડુ રેસીપી વિશે

આ લાડુ સુવાવડ માં જનેતા ને ખવડાવવા માં આવે છે. ઘી હોવાથી ખુબજ તાકાત આપે છે. કાઠિયાવાડ ની સંસ્ક્રીતી પ્રમાણે વર્ષો ના વર્ષો જૂની પ્રથા પ્રમાણે ચાલ્યું આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 150 ગ્રામ તળવાનો ગુંદર
  2. 250 ગ્રામ સૂકું કોપરું
  3. 500 ગ્રામ ઘી કે તેથી વધારે
  4. 500 ગ્રામ ઘઉં નો લોટ
  5. 400 ગ્રામ દેશી ગોળ
  6. 200 ગ્રામ કાજુ બદામ કાપેલા
  7. 50 ગ્રામ સૂંઠ પાવડર
  8. 1 ચમચી એલચી

સૂચનાઓ

  1. ગુંદર ને થોડો થોડો કરી ને ઘી માં તળી લો.
  2. કોપરું ને જાતે ખમણી એ થી છીણી લો. કાજુ બદામ કાપી ને તૈયાર રાખો. ગોળ ને ચાકુ વડે નાના નાના ગંગાડાં કરી લો. હવે ગેસ ઉપર એક મોટી કડાઈ મુકો ,તેમાં વધેલું ઘી અને ગોળ નાખો.ધીમા ગેસ ઉપર જ ગોળ નો પુડલો લેવા નો છે,નકર લાડુ ચીકી જેવા કડક બનશે. ધીમે ધીમે ગોળ ને હલાવતા રહો. 15 મિનિટ પછી ગેસ બંધ કરી લો. તેમાં ઘઉં નો લોટ નાખી ને હલાવતા રહો . ત્યાર પછી કાજુ બદામ ,ગુંદર એલચી, કોપરું,સૂંઠ નાખો. તાવેથા થી સરખું હલાવવું પડશે. સરખું મિક્ષ થઈ ગયા પછી તેના લડવા વાળો અથવા તો થાળી માં દબાઈ દો તો સુખડી ની જેમ બટકા પડશે. તૈયાર છે ગુંદર ના લાડુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર