હોમ પેજ / રેસિપી / Apricot Sweet (Khubani Ka Meetha)

Photo of Apricot Sweet (Khubani Ka Meetha) by Anjali Kataria at BetterButter
82
5
0.0(1)
0

Apricot Sweet (Khubani Ka Meetha)

Aug-31-2018
Anjali Kataria
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

 • વેજ
 • સામાન્ય
 • તહેવાર
 • હૈદરાબાદી
 • ડેઝર્ટ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ૨ કપ સુકા જરદાળુ
 2. ૧ કપ ખાંડ
 3. ૧ મોટી ચમચી ગુલાજળ
 4. ૧/૨ નાની ચમચી એલિચી પાવડર
 5. ૩-૪ કેસર ના તાંતણા
 6. ૧/૨ કપ સુકા મેવા

સૂચનાઓ

 1. સૂકા જરદાળુ અને આખી રાત સુધી પાણીમાં પલાળી રાખો.
 2. બીજા દિવસે સવારે જરદાળુ ને પાણીમાંથી કાઢી લો.
 3. વધેલા પાણીને એક બાઉલમાં કાઢી લો.
 4. હવે પલળેલા જરદાળુ માંથી તેના બીજ કાઢી લો.
 5. હવે નીકળેલા બીજમાંથી બદામ કાઢી લો.
 6. આ બધાને એક બાઉલમાં રાખી મૂકો.
 7. એક કઢાઈ લો.
 8. તેમાં પડલેલા જરદાળુ ઉમેરો.
 9. ખાંડ પણ ઉમેરો.
 10. હવે જે પાણી વધ્યું હતું તે ૧ કપ આમાં ઉમેરો.
 11. ખાંડ અને જરદાળુ ને એક રસ થવા દો.
 12. ૧૦ થી ૧૫ મિનિટ સુધી પાકવા દો.
 13. ધીમા તાપે પાકવા દેવું.
 14. હવે અડધા જરદાળુ ને એક બાઉલમાં કાઢી લો.
 15. આ જરદાળુ ને થોડાક ઠંડા પડવા દો.
 16. ઠંડુ પડે એટલે મિક્સરની જારમાં તેને પીસી લો.
 17. આ પીસેલા મિશ્રણને ફરીથી કઢાઈમાં વધેલા જરદાળુ માં નાખી ને મિક્સ કરો.
 18. હવે તેમાં ઈલાયચી પાઉડર અને કેસરના તાંતણા ઉમેરો.
 19. બરાબર મિક્સ કરી લો.
 20. ૫ મિનીટ સુધી પાકવા દો.
 21. ત્યારબાદ ગેસ બંધ કરી લો.
 22. હવે તેને થોડું ઠંડું પડે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લો.
 23. ઉપરથી અડધી નાની ચમચી ગુલાબજળ ઉમેરો.
 24. તેના ઉપર સૂકોમેવો પણ નાખો.
 25. જરદાળુ નું મીઠું પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Yummy.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર