હોમ પેજ / રેસિપી / સિલ્વર બોલ્સ

Photo of Silver Balls by Rani Soni at BetterButter
501
2
0.0(0)
0

સિલ્વર બોલ્સ

Aug-31-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિલ્વર બોલ્સ રેસીપી વિશે

ભારત દેશ માં મીઠાઈ સૌથી વધુ લોકપ્રિય છે. જેમાં કાજુ માંથી વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવા માં આવે છે .અહીં મે કાજુ માંથી સિલ્વર બોલ્સ બનાવ્યાં છે જે કાજુ કતરી સમાન જ છે અને બનાવવા બહુ સરળ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • પીસવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 6

  1. 1 કપ કાજુ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/4 કપ પાણી
  4. 1 ચાંદીનો વર્ક
  5. 1 ઘી ચમચી
  6. 4 પિસ્તા સમારેલ

સૂચનાઓ

  1. કાજુ ને મિકસર માં ઝીણું વાટીને પાઉડર બનાવી લો
  2. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ હવે તેને ચારણી થી ચાળી લો
  3. નોનસ્ટીક પેન માં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં ઉપર મૂકો
  4. અેક તાર ની ચાસણી બનાવો ત્યારબાદ તેમાં કાજુ પાઉડર નાખો સારી રીત મિક્સ કરો
  5. મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને સતત ચલાવતા રહો
  6. પેન થી મિશ્રણ 30 સેક્ન્ડ માં જ છોડી દેશે
  7. હવે ગેસ બંદ કરી દો હવે મિશ્રણને અેક થાળીમાં કાઢી લો
  8. હાથ માં લઈ શકાય અેવું થાય અેટલે ઘી વાળો હાથ કરી
  9. મિશ્રણ માંથી નાના બોલ્સ બનાવી લો
  10. તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો
  11. ઉપર સમારેલ પિસ્તા મૂકો
  12. તૈયાર છે સિલ્વર બોલ્સ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર