Photo of Kalajam by Kalpana Parmar at BetterButter
339
2
0.0(1)
0

Kalajam

Aug-31-2018
Kalpana Parmar
12 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૦૦ ગ્રામ મોળો માવો
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૨ ટેબલસ્પૂન મેંદો
  4. ૧ ટેબલસ્પૂન દળેલી ખાંડ
  5. ૨ ટીસ્પૂન રવો
  6. ૧ ટીસ્પૂન ઈલાયચીનો ભૂકો
  7. ૫૦૦ ગ્રામ ખાંડ
  8. ચપટી પીળો કલર
  9. તળવા માટે ઘી કે તેલ
  10. ચાંદી ની વરખ
  11. 2 ટેબલ સ્પૂન પિસ્તા બદામ સમારેલા

સૂચનાઓ

  1. માવાને છીણીથી છીણી, બરાબર મસળી લીસો બનાવવો. પનીરને પણ હાથથી બરાબર મસળી સ્મુધ બનાવવું.
  2. પછી એક વાસણમાં માવો, પનીર, મેંદો, રવો,  અને દળેલી ખાંડ નાંખી, બરાબર મિક્સ કરી, હાથથી મસળી સ્મુધ બનાવવું
  3. હવે આ મિશ્રણમાંથી 1/4 ભાગ અલગ કરી તેમાં રંગ નાખીને નાના12 બોલ બનાવી લેવા  બીજા ભાગ માંથી 12 ગોળા કરવા તેને હથેળી થી ગોળ પુરી બનાવી તેમાં રંગ વારો બોલ નાખીને મીડીયમ સાઈઝના લંબગોળ ગોળા વાળવા
  4. આજ રીતે બધા જાંબુ બનાવી લેવા પછી ઘી કે તેલ ગરમ કરી, તેમાં બધા જાંબુને ધીમા તાપે બ્રાઉન કલરના તળવા.
  5. હવે એક તપેલીમાં ખાંડ અને થોડું પાણી મિક્સ કરી, ઊકળવા મુકવું. ખાંડ ઓગળે અને અડધા તારની ચાસણી થાય એટલે તેમાં ઈલાયચીનો ભૂકો નાંખી, મિક્સ કરવો
  6. ચાસણીમા  તળેલા જાંબુ નાંખી, ધીમા તાપે ૩-૪ મિનિટ રાખી, ગેસ પરથી ઉતારી લેવું. જાંબુને ચાસણીમાં ૭-૮ કલાક સુધી ડુબાડી રાખવા.
  7. પછી જાંબુને ચાસણીમાંથી બહાર કાઢી, ચાંદી ની વરખ લગાવી બદામ પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવા ...

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
jigna jivani manek
Dec-15-2018
jigna jivani manek   Dec-15-2018

Very nice

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર