હોમ પેજ / રેસિપી / ગોળિયા લાડુ..

Photo of Godiya ladoo.. by Leena Sangoi at BetterButter
1988
1
0.0(0)
0

ગોળિયા લાડુ..

Aug-31-2018
Leena Sangoi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગોળિયા લાડુ.. રેસીપી વિશે

આખા ઘઉં સોન્થ ના લાડુ એક તંદુરસ્ત અને લાંબા સમયથી ચાલતી લાડુ ની કચ્છી વાનગી છે જે ઘઊંનો લોટ, સોથ પાઉડર, ગુદર,અસેરિયો ઘી, ગોળ અને મિશ્રિત બદામથી તૈયાર કરવામાં આવે છે - કચ્છી ઓ ના ફેમસ આખા ઘઉં સૂઠ ના લાડુ સામાન્ય રીતે શરીરમાં હૂંફ આપવા માટે શિયાળાની સીઝન દરમિયાન બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે.સુવાવડી માતા ને સુવાવડ પછી ખવડાવવા માં આવે છે. તમે તેમને મસાલા ચાય ના ગરમ કપ સાથે ચાના સમયના નાસ્તા તરીકે લઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧ કપ આખા ઘઉંનો કરકરો લોટ
  2. ૧/૪કપ સુકા આદુ પાઉડર , (સોથ)
  3. ૩/૪ કપ ગોળ
  4. ૧/૩ કપ ગુદર (કુદરતી ગમ)
  5. ૨ ચમચી અસેરિયો
  6. ૧/૨ કપ મિશ્ર બદામ , બદામ, કાજુ અને પિસ્તા
  7. ૧/૩ કપ ઘી

સૂચનાઓ

  1.  ભારે તળિયાવાળા પેનમાં ૧ ચમચી ઘી ગરમ કરો .
  2. ગુદર ને ઉમેરો અને તેનેધીમા તાપે ફ્રાય કરો અને રંગમાં થોડો ભુરો બને.
  3. પેનમાંથી બહાર કાઢી અને પ્લેટમાં ટ્રાન્સફર કરો.વાટકી થી દબાવી ને અધકચરો પાવડર કરો.
  4. તે જ પેનમાં બાકી ઘી ઉમેરો.
  5. ઘઊંનો લોટ ધીમા તાપે શેકો.
  6. લોટમાંથી સરસ સુવાસ છૂટે અને ઘી લોટમાંથી છૂટુ પડે .તાપ પરથી લઈ લો.
  7. સોથ પાવડર ઉમેરો. તળેલું ગુદર ઉમેરો.
  8. ગોળના ટુકડાને તે જ પેનમાં ઉમેરો અને તે ઓગળે તયાં સુધી ગરમ કરો.. અસેરિયો નાખો.
  9. બદામ અને કાજુને પાવડર કરો અને પિસ્તા ની કતરણ કરો.
  10. બધા ઘટકોને સારી રીતે ભેળવીને ગરમી થી સહન કરી શકાય તેટલી વાર સ્પર્શ થવા સુધી રાહ જુઓ.
  11. લીંબુના કદના દડાઓ બનાવો અને તેમને ગોળ આકાર આપો.
  12. હવાચુસ્ત કન્ટેનરમાં આખા ઘઉં ના સૂઠ લાડુ સ્ટોર કરો, કારણ કે તેઓ લગભગ ૩ થી ૪ મહિના સુધી સારા રહે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર