હોમ પેજ / રેસિપી / બીટ નો હલવો

Photo of Beetroot halwa by Dimpal Patel at BetterButter
561
1
0.0(0)
0

બીટ નો હલવો

Sep-01-2018
Dimpal Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટ નો હલવો રેસીપી વિશે

હલવા તો તમે ઘણી જાતના ખાધા હશે. પણ બીટ નો હલવો એકદમ અલગ અને ખૂબ જ પૌષ્ટિક છે. દેખાવ માં પણ ખૂબ જ સુંદર અને સ્વાદ માં પણ એક નંબર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • ઉકાળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. છીણેલું બીટ - ૫૦૦ ગ્રામ
  2. દૂધ - ૧/૨ લીટર
  3. ખાંડ - ૧૫૦ ગ્રામ
  4. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  5. કાપેલા કાજુ અને બદામ - ૧/૪ કપ
  6. ઘી - ૨ મોટી ચમચી

સૂચનાઓ

  1. એક પેણી માં ઘી લેવું. તેમાં છીણેલું બીટ ઉમેરીને ૫ મિનિટ થવા દેવું.
  2. પછી તેમાં દૂધ ઉમેરવું.
  3. દૂધ બળી જાય ત્યાં સુધી થવા દેવું.
  4. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીને થવા દેવું.
  5. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં એલચીનો પાવડર અને કાપેલા કાજુ - બદામ મિક્સ કરવા.
  6. કાજુ અને બદામ થી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર