હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of Mohanthal by Mausami Modi at BetterButter
772
2
0.0(0)
0

મોહનથાળ

Sep-04-2018
Mausami Modi
30 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

આ વાનગી પરમપરાગત છે. જે નાના મોટા સહુ ને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ધાબો આપવા માટે :
  2. ઘી 1 ચમચો
  3. દૂધ 1/2 કપ
  4. ચણા નો જાડો લોટ ( કરકરો લોટ ) 1 કપ
  5. લોટ શેકવા માટે :
  6. ઘી 1/2 કપ
  7. જાડો ચણા નો લોટ 1 કપ
  8. ચાસણી બનાવા માટે :
  9. ખાંડ 3/4 cup
  10. પાણી 1 1/2 cup
  11. બદામ 1/2 cup

સૂચનાઓ

  1. સૌ પથમ આપણે ધાબો દઈ છીએ. એક કડાઈ માં ઘી લો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો.
  2. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો, ત્યાર બાદ તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  3. ત્યાર બાદ 5 મિનીટ રાખી દો. ત્યાર બાદ લોટ ને ચાળી લો.
  4. હવે આપણે લોટ શેકીશું.
  5. સૌ પ્રથમ આપણે એક કડાઈ માં ઘી ઉમેરીશું.
  6. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ ઉમેરીશું.
  7. હવે લોટ ને આછા બદામી રંગ નો શેકી લઇ એ.
  8. હવે આપણે ચાસણી બનાવીશું. એક કડાઈ માં ખાંડ અને પાણી લઈશું.
  9. હવે આપણે 2 તાર ની ચાસણી બનાવી લઈશું.
  10. હવે લોટ શેકાઈ જાય એટલે ગેસ ને બંધ કરી ને તેમાં થોડું દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરીયા બાદ ચમચો ન હલાવો એટલે લોટ માં કણી પડે.
  11. હવે ચાસણી અને શેકેલો લોટ બને થોડી વાર ઠરવા દેશો.
  12. હવે ચાસણી ને લોટ માં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.
  13. હવે તેમાં એલચી પાવડર ઉમેરો.
  14. બંને ને મિક્સ કર્યા બાદ થોડી વાર રાખી દો.
  15. ત્યાર બાદ તેમાં એક થાળી માં ઘી લગાવી ને મિશ્રણ ને થાળી માં ઉમેરો.
  16. થાળી માં ઉમેરીયા બાદ મિશ્રણ પર ચમચો ન લગાવો થાળી ને પ્લેટફોર્મ પર પછાડો ધીમે થી.
  17. હવે થોડી વાર બાદ તેમાં બદામ ની કતરણ ઉમેરો અને રાખી દો થોડી વાર.
  18. ત્યાર બાદ છરી ની મદદ થી પીસ કરી લો.
  19. તો હવે તૈયાર છે મોહનથાળ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર