હોમ પેજ / રેસિપી / ઇન્દોરી પોહા..

Photo of Indori poha by Jhanvi Chandwani at BetterButter
616
2
0.0(0)
0

ઇન્દોરી પોહા..

Sep-06-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્દોરી પોહા.. રેસીપી વિશે

મદયપ્રદેશ ના ઇન્દોર માં ફેમસ છે પોહા ...સવાર હોય કે સાંજ પવા નો નામ સાંભળી જ ભૂખ લાગી જાય.. ઇન્દોર ના પવા નો ટેસ્ટ ખાટો મીઠો અને મસાલેદાર હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • મધ્ય પ્રદેશ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પવા. 2 વાટકી
  2. ડુંગળી. 1 નંગ
  3. લીલા મરચાં. 4
  4. રાઈ. 1/2 ચમચી
  5. વરિયાળી. 1 ચમચી
  6. લીમડો. 5 પત્તા
  7. નિમ્બુ. 1
  8. ખાંડ. 2 ચમચી
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. હળદર. ચૂંટકી
  11. તેલ 2 ચમચી
  12. કોથમીર. 2 ચમચી

સૂચનાઓ

  1. પવાને પાણી થી ધોઈ ને ચારણી માં મૂકી દો
  2. એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો .તેમાં રાઈ નાખી પછી લીલા મરચા સમારેલા,લીમડો અને વરિયાળી નાખો. તેમાં ડુંગળી ઝીણી સમારી ને નાખો .
  3. ડુંગળી પિંક થાય ત્યારે તેમાં હળદર નાખી થોડું પાણી નાખો...
  4. પાણી જ્યાં સુધી સુકાય ત્યાર સુધી પવા માં મીઠું, કોથમીર,ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  5. પાણી સુકાઈ જાય પછી તેમાં.. મિક્સ કરેલા પવા નાખો અને બરોબર મિક્સ કરી દો.
  6. 1 મિનિટ ઢાંકણ લગાવી મુકવો..
  7. 1 મિનિટ બાદ ગરમા ગરમ પવા તૈયાર છે.. પવા ને પ્લેટ માં નાખી તેની ઉપર સેવ , દાડમ અને સમારેલી ડુંગળી નાખી સર્વ કરવો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર