હોમ પેજ / રેસિપી / કોર્ન ચિવડા

Photo of Corn chivda by Shraddha Patel at BetterButter
818
2
0.0(0)
0

કોર્ન ચિવડા

Sep-06-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન ચિવડા રેસીપી વિશે

અમેરિકન અથવા દેશી મકાઈ ના દાણા માંથી ચેવડો બનાવેલ છે. સાંજે ચા સાથે નાસ્તા મા લઇ શકાય અને વરસાદ મા આ ચેવડો ખાવાની ખુબ મજા પડે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. બે નંગ મકાઈ ના ડોડા
  2. બે નંગ તીખી મરચી
  3. સાત થી આઠ મીઠા લીમડા ના પાન
  4. અડધું લીંબુ
  5. એક ચમચી આખું જીરું
  6. ચપટી હળદર
  7. સ્વાદ પ્રમાણે મીઠું
  8. બે ચમચી કોથમીર
  9. ગાર્નિશીંગ માટે સેવ
  10. બે ચમચા તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈ ડોડા માંથી છરી ડોડા ને ઘસી ને દાણા કાઢી લો. અને મરચી ને બારીક સમારી લો.
  2. હવે એક કઢાઈ મા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે આખું જીરું ઉમેરો.
  3. ત્યારબાદ એમાં મરચી અને મીઠા લીમડા ના પાન ઉમેરો. હવે તેમાં મકાઈ ના દાણા નાખી દો.
  4. ત્યારબાદ તેમાં હળદર અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને કઢાઈ ને ઢાંકી મકાઈ ને ચઢવા દો.
  5. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરી લો.
  6. હવે એક સર્વિંગ બોલ મા મકાઈ લઇ તેના પર સેવ ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર