હોમ પેજ / રેસિપી / ગાર્લિક સેવ ટામેટાનું શાક

Photo of Garlic sev tomato sabji by Harsha Israni at BetterButter
0
3
0(0)
0

ગાર્લિક સેવ ટામેટાનું શાક

Sep-08-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાર્લિક સેવ ટામેટાનું શાક રેસીપી વિશે

આ શાક ઝડપથી બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ રતલામી સેવ
  2. ૧ ૧/૨ કપ ટામેટા (ઝીણા સમારેલાં)
  3. ૨ ચમચી લસણની પેસ્ટ
  4. ૧/૨ ચમચી ગરમ મસાલો
  5. ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  6. ૧/૪ ચમચી હળદર પાવડર
  7. મીઠું (ગ્રેવી જેટલુ)
  8. ૧ ચમચી સુકી મેથી
  9. ૧ મોટો ચમચો તેલ
  10. ૧ કપ પાણી
  11. સજાવવા માટે- કોથમીર (ઝીણી સમારેલી)

સૂચનાઓ

  1. સૌ પહેલા એક કઢાઈ લઈ તેમાં તેલ ગરમ કરી લસણની પેસ્ટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
  2. લસણ સંતળાઈ જાય ત્યારે ધીમી આંચ કરી લાલ મરચુ પાવડર ,મીઠુ ઉમેરી તરત જ ટામેટા અને ૨ ચમચી પાણી ઉમેરીને ૧ મિનિટ માટે સાંતળો.
  3. ટામેટા સંતળાઈ જાય એટલે ધાણાજીરુ ,હળદર અને ૧ કપ પાણી ઉમેરી ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.
  4. છેલ્લે ગરમ મસાલો અને સુકી મેથી(હાથ વડે ક્રશ કરેલી) ઉમેરી ગેસ બંધ કરી દો.તૈયાર છે ગાર્લિક ગ્રેવી.
  5. પીરસતી વખતે ગરમ ગ્રેવીમાં રતલામી સેવ ઉમેરી કોથમીર વડે સજાવીને રોટલી સાથે પીરસો.
  6. તૈયાર છે ગાર્લિક સેવ ટામેટાનું શાક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર