BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / વઘારેલો નારિયેળ વાળો દહીં ભાત

Photo of Coconut Curd Rice by Ankita Tahilramani at BetterButter
0
3
0(0)
0

વઘારેલો નારિયેળ વાળો દહીં ભાત

Sep-08-2018
Ankita Tahilramani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વઘારેલો નારિયેળ વાળો દહીં ભાત રેસીપી વિશે

વઘારેલો દહીં ભાત એ અમારાં ઘર મા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તાસીર મા ઠંડી એવી આ વાનગી ખૂબ ઝડપ થી બને છે. આ એક સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરવામાં આવે છે. 20 મિનીટ ની અંદર જ બનતી આ ડીશ જરૂર થી બનાવશો!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 વાટકો ચોખા
  2. 1 મોટો વાટકો દહીં
  3. દૂધ ની મલાઈ 2 નાની ચમચી
  4. નમક સ્વાદ અનુસાર
  5. દાડમ નાં દાણા 1 મોટો ચમચો
  6. લીલા મરચા 2 નંગ
  7. ચણા ની દાળ અને સફેદ અળદ દાળ 1 ચમચી
  8. રાઈ 1 નાની ચમચી
  9. કળી પત્તા 8-10
  10. આખા લાલ મરચા 2 નંગ
  11. ચપટી હિંગ
  12. નારિયેળ નું બૂરું 1 મોટી ચમચી
  13. 1 મોટી ચમચી તેલ વઘાર માટે.

સૂચનાઓ

  1. ચોખા ધોઈ ને તેને ડાઇરેકટ ડબલ પાણી થી થોડુ વધારે નાખી અને નમક નાખી કૂકર મા 4-5 વહીસ્લ વાગે એટલે ગેસ બંધ કરી દયો.
  2. ત્યાં સુધી લીલા મરચા અને કોથમરી ઝીણી સમારો અને દાડમ નાં 1 મોટી ચમચી જેટલા દાણા કાઢો.
  3. હવે એક મોટા વાટકા મા દહીં, ભાત, દૂધ ની મલાઈ,દહીં નાં જરૂર મુજબ નમક ,દાડમ નાં દાણા,નારિયેળ નું બૂરું અને કોથમરી નાખી મિક્સ કરો. તૈયાર છે દહીં ભાત નું મિશ્રણ.
  4. હવે વઘાર કરવા માટે તેલ ગરમ કરો.
  5. એમા રાઈ નાખો.
  6. પછી તેમાં ચણા દાળ અને અળદ દાળ નાખો ને તેને સેજ કોફી કલર થવા દયો.
  7. પછી તેમાં આખા લાલ મરચા નાખો.
  8. સમારેલા લીલા મરચા અને કરી પત્તા નાખો.
  9. હિંગ નાખો. તૈયાર છે તમારો વઘાર.
  10. તૈયાર વઘાર દહીં અને ભાત નાં બનાવેલ મિશ્રણ મા નાખો ને સરખું હલાવો.
  11. કોથમરી થી સજાવી ને પીરસો!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર