હોમ પેજ / રેસિપી / પિઝ્ઝા બોલ

Photo of Pizza bowl by Shraddha Patel at BetterButter
315
2
0.0(0)
0

પિઝ્ઝા બોલ

Sep-08-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિઝ્ઝા બોલ રેસીપી વિશે

આ પિઝ્ઝા ખુબજ ઝડપ થી બની જશે અને ખાવાની પણ ખુબ મજા પડશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડીશ છે. બાળકો ને અને મોટા લોકો ને પણ પસંદ આવે એવી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. છ ચમચી મેંદો
  2. એક મોટી ચપટી બેકિંગ પાવડર
  3. એક નાની ચપટી બેકિંગ સોડા
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. એક ચમચી તેલ અથવા બટર
  6. ચાર ચમચી દૂધ
  7. એક ચમચી પિઝ્ઝા સૉસ
  8. ઓલીવ્સ અને મકાઈ ના દાણા ટોપિંગ્સ માટે
  9. એક ચપટી ઓરેગાનો
  10. એક ચપટી ચીલ્લી ફ્લેક્સ
  11. ત્રણ ચમચી મોઝરેલા ચીઝ અથવા પિઝ્ઝા ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રુફ બોલ લો. હવે તેમાં મેંદો ઉમેરો.
  2. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરો.
  3. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરો.
  4. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  5. ત્યાબાદ તેમાં તેલ ઉમેરો.
  6. ત્યારબાદ એક એક ચમચી કરી ને દૂધ ઉમેરતા જાઓ અને ફોર્ક ની મદદ થી મિક્સ કરો જેથી ગાંઠ ના પડે.
  7. બધું બરાબર મિક્સ કરી લો.
  8. ત્યારબાદ તેના પર પિઝ્ઝા સૉસ લગાવો.
  9. હવે તેના પર ચીઝ છીણો.
  10. ત્યારબાદ તેના પર ઓલીવ્સ અને મકાઈ ના દાણા મૂકી માઇક્રોવેવ મા એક મિનિટ માટે રાખો.
  11. હવે પિઝ્ઝા બોલ તૈયાર છે તેના પર ઓરેગાનો અને ચીલ્લી ફ્લેક્સ છાંટી ગરમાગરમ પિઝ્ઝા ની મજા લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર