હોમ પેજ / રેસિપી / હરિયાળી કોર્ન પુલાવ

Photo of Hariyali Corn Pulav by Dimpal Patel at BetterButter
653
3
0.0(0)
0

હરિયાળી કોર્ન પુલાવ

Sep-08-2018
Dimpal Patel
6 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરિયાળી કોર્ન પુલાવ રેસીપી વિશે

આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ડીશ છે. બાળકોને તો ખૂબ જ ભાવશે. ખૂબ જ ઓછા સમયમાં અને કૂકરમાં બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા - ૧ કપ
  2. કોથમીર - ૧/૪ કપ
  3. ફુદીનો - ૧/૪ કપ
  4. કાપેલો કાંદો - ૧/૪ કપ
  5. કાપેલા ટામેટાં - ૧/૪ કપ
  6. મકાઈ ના દાણા - ૧ કપ
  7. લીલાં મરચાં ની પેસ્ટ - ૧ મોટી ચમચી
  8. આદુ લસણની પેસ્ટ - ૧/૨ મોટી ચમચી
  9. હળદર - ૧ નાની ચમચી
  10. ગરમ મસાલો - ૧ મોટી ચમચી
  11. મીઠું - ૧ નાની ચમચી
  12. જીરું - ૧ નાની ચમચી
  13. તેલ - ૧ નાની ચમચી
  14. ઘી કે બટર - ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. કોથમીર અને ફૂદીના ને મિક્સર માં વાટી લેવું. જરૂર જણાય તો ૧ કે ૨ ચમચી પાણી નાંખવું.
  2. કૂકરમાં તેલ અને ઘી લેવું. ગરમ થાય એટલે જીરું નાખવું.
  3. જીરું થઈ જાય એટલે કાપેલા કાંદા અને ટામેટાં સાંતરવા.
  4. ૧ મિનિટ પછી બધા મસાલા , મકાઈના દાણા અને કોથમીર - ફુદીનાની પેસ્ટ ઉમેરવી.
  5. ૧/૨ મિનિટ પછી મીઠું અને બાસમતી ચોખા નાંખવા.
  6. જરૂર મુજબ પાણી નાંખીને કૂકરમાં ૨ સીટી બોલાવવી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર