BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / રસિયા ઢોકળા

Photo of Rasiya dhokla by Hiral Hemang  Thakrar at BetterButter
436
4
0(0)
0

રસિયા ઢોકળા

Sep-12-2018
Hiral Hemang Thakrar
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસિયા ઢોકળા રેસીપી વિશે

મારા ઘરે રાત્રે ભોજનમાં હળવી વાનગીઓ બનાવીએ છીએ.... ક્યારેક દુધીના તો ક્યારેક આમાં દુધીના બદલે મેથી ઉમેરી મેથી ના રસિયા ઢોકળા બનાવું.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. દુધીનું છીણ 50 ગ્રામ
  2. ચણાનો લોટ 100 ગ્રામ
  3. ઘઉંનો કરકરો લોટ 50 ગ્રામ
  4. છાશ 2 ગ્લાસ
  5. તેલ 3 ચમચી
  6. પાણી જરૂરત મુજબ
  7. લીંબુનો રસ 1ચમચી
  8. હળદર, મરચું, ધાણાજીરુ, મીઠું, ખાંડ જરૂરત મુજબ
  9. સાજીના ફુલ 1 ચપટી
  10. રાય જીરું હીંગ વઘાર માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દુધીને છોલી એનું છીણ પાડવું.
  2. હવે એક કથરોટમાં ચણાનો લોટ , ઘઉંનો લોટ ઉમેરો.
  3. હવે તેમાં હળદર મરચું મીઠું ધાણાજીરુ ખાંડ લીંબુનો રસ... બધું સ્વાદમુજબ ઉમેરવું.
  4. હવે તેમાં દુધીનું છીણ ઉમેરવું.
  5. એક કપમાં એક ચમચી તેલ એક ચમચી પાણી લઈને ચપટી સાજીના ફુલ ઉમેરો.... આને તેલ પાણીનું દુધીયું કહી શકાય.
  6. આ તૈયાર કરેલું તેલ પાણીનું દુધીયું લોટમાં ઉમેરી ડબકાં મુકી શકાય તેવો લોટ તૈયાર કરવો.
  7. હવે કુકરને ગેસ પર મૂકો... બે ચમચી તેલ ઉમેરી ગરમ થવાં દો, રાય જીરું હીંગનો વઘાર કરી તેમાં છાશ ઉમેરો.
  8. એક ઉભરો આવે એટલે છાશના ભાગના મસાલા ઉમેરી ઉકળવા દો.
  9. હવે લોટનાં મિશ્રણમાંથી નાના નાના ડબકાં જેવાં મુઠીયા મૂકો
  10. કુકરનું ઢાંકણુ બંધ કરી ચાર વ્હીસલ થવા દો.
  11. લો તૈયાર છે રસિયા ઢોકળા... આ માપથી બે સર્વિંગ તૈયાર થશે.... 15 થી 17 મીનીટ માં તૈયાર થતી આ વાનગીને છાશ અને કાપેલી ડુંગળી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર