મમરા ચટપટી | Murmure Chatpati Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  16th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Murmure Chatpati by Purvi Modi at BetterButter
મમરા ચટપટીby Purvi Modi
  • તૈયારીનો સમય

    7

    મીની
  • બનાવવાનો સમય

    7

    મીની
  • પીરસવું

    4

    લોકો

9

0

મમરા ચટપટી વાનગીઓ

મમરા ચટપટી Ingredients to make ( Ingredients to make Murmure Chatpati Recipe in Gujarati )

  • મમરા ૪ કપ
  • તેલ ૪-૫ ટેબલસ્પૂન
  • રાઈ ૧ ટી સ્પૂન
  • ચપટી હિંગ
  • શીંગ દાણા ૩ ટેબલસ્પૂન
  • સમારેલા લીલાં મરચાં ૩
  • લીમડાના પાન ૮-૧૦
  • ઝીણી સમારેલી ડુંગળી ૧
  • સમારેલું ટમેટું ૧
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
  • ખાંડ ૨ ટી સ્પૂન
  • લીંબુ ૧
  • સમારેલી કોથમીર ૩-૪ ટેબલસ્પૂન
  • તીખી બુંદી જરૂર મુજબ
  • દાડમ ના દાણા જરૂર મુજબ (મરજિયાત)

How to make મમરા ચટપટી

  1. સૌપ્રથમ મમરા ને પાણી મા ૨ મિનિટ સુધી પલાળી પાણી નિતારી લો.
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે શીંગ દાણા નાખી સોનેરી તળી લો.
  3. હવે તેમાં હીંગ, લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરો.
  4. ત્યારબાદ સમારેલી ડુંગળી અને ટામેટાને સાંતળો.
  5. હવે તેમાં પલાળેલા મમરા ઉમેરો.
  6. મીઠું , હળદર , લાલ મરચું પાવડર, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો.
  7. સમારેલી કોથમીર ઉમેરીને ૧-૨ મિનિટ સુધી થવા દો.
  8. તૈયાર છે સ્વાદિષ્ટ મમરા ની ચટપટી. ઉપરથી તીખી બુંદી, દાડમના દાણા અને કોથમીર ભભરાવી ગરમ પરોસો.

My Tip:

તીખી સેવ, ચાટ ની પાપડી, ગાજર, કેપ્સિકમ પણ ઉમેરી શકો છો

Reviews for Murmure Chatpati Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો