BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ટિક્કા ડિસ્ક

Photo of Paneer tikka disc by Purvi Modi at BetterButter
0
3
0(0)
0

પનીર ટિક્કા ડિસ્ક

Sep-16-2018
Purvi Modi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ટિક્કા ડિસ્ક રેસીપી વિશે

ખૂબ જ સ્વાદિષ્ટ

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. નાના ટુકડા કરેલ પનીર ૧૦૦ ગ્રામ
  2. નાના ટુકડા કરેલ ચીઝ ૨-૩ ટેબલસ્પૂન
  3. ઝીણું સમારેલું કેપ્સીકમ ૧
  4. ઝીણી સમારેલી ડુંગળી ૧
  5. ઘટ્ટ દહીં ૪-૫ ટેબલસ્પૂન
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
  8. લાલ મરચું પાઉડર ૧ ટેબલસ્પૂન
  9. શેકેલા જીરું પાઉડર ૧ ટી સ્પૂન
  10. ગરમ મસાલો ૧ ટી સ્પૂન
  11. શેકેલા ચણા નો લોટ ૨ ટી સ્પૂન
  12. તેલ ૨ ટી સ્પૂન
  13. બ્રેડ ની સ્લાઈસ ૧૨
  14. બટર જરૂર મુજબ
  15. ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  16. ટોમેટો સોસ જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલમાં દહીં લઈ તેને ફેટી લો.
  2. હવે તેમાં સામગ્રી માં દર્શાવેલ બધા સૂકા મસાલા, તેલ અને શેકેલો ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  3. હવે તેમાં પનીર ના ટુકડા, ચીઝ ના ટુકડા, સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરો. મિશ્રણ તૈયાર છે.
  4. બ્રેડ ની સ્લાઈસ ને ગોળ કટર અથવા ઢાંકણા ની મદદથી ગોળાકાર માં કાપી લો. આવી ૧૨ સ્લાઈસ તૈયાર કરો.
  5. ૧૨ માં થી ૬ સ્લાઈસ બાજુ પર મૂકી બાકીની ૬ સ્લાઈસ ને ફરીથી થોડા નાના ગોળ કટરથી કાપી રીંગ તૈયાર કરો.
  6. હવે નોનસ્ટિક તવા પર ગોળાકાર સ્લાઈસ ને એક બાજુ થી અને રીંગ ને બન્ને બાજુએ બટર થી ટોસ્ટ કરો.
  7. હવે ગોળાકાર સ્લાઈસ ની ટોસ્ટ કરેલી બાજુ પર ટોમેટો સોસ લગાવી તેની ઉપર ટોસ્ટ કરેલી રીંગ મૂકો. વચ્ચે ના ભાગ માં તૈયાર કરેલું મિશ્રણ પાથરી દો.
  8. તેની ઉપર છીણેલી ચીઝ અને ચીલી ફ્લેક્સ પાથરી તવા પર ચીઝ પીગળે ત્યાં સુધી ઢાંકીને ટોસ્ટ કરો. તૈયાર છે પનીર ટિક્કા ડિસ્ક.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર