હોમ પેજ / રેસિપી / પોહા પેનકેક

Photo of Poha pencake by Jhanvi Chandwani at BetterButter
544
2
0.0(0)
0

પોહા પેનકેક

Sep-16-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોહા પેનકેક રેસીપી વિશે

પોહા અને સુજી માં વેજિટેબલ નાખી દિલ શેપ માં પેનકેક બનાવ્યા છે.. જયારે મહેમાન આવે કે બાળકો ને ભૂખ લાગે તો પેનકેક જલ્દી 20 મિનિટ માં બની જાય છે..

રેસીપી ટૈગ

  • વેલેન્ટાઇન ડે
  • વેજ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. પોહા. 1/2 વાટકી
  2. સુજી. 1/2 વાટકી
  3. દહીં 1/2 વાટકી
  4. મીઠું. સ્વાદ પ્રમાણે
  5. લીલા મરચાં. 1
  6. આદુ 1 નાનો ટુકડો
  7. પાણી. 1 વાટકી
  8. ડુંગળી. 1
  9. ટામેટાં. 1
  10. શિમલા મિર્ચ. 1
  11. કોથમીર. 2 ચમચી
  12. ચીલી ફ્લેક્સ. 1/૨ ચમચી
  13. તેલ. શેકવા માટે

સૂચનાઓ

  1. બધા થી પહેલા પવા ને ધોઈને સાઈડ માં મૂકી દો... પછી એક મિક્સર ના જાર માં સુજી, પવા, દહીં, આદુ અને લીલા મરચાં નાખી પીસી લો.
  2. જરૂર મુજબ પાણી નાખવો
  3. પછી આ મિશ્રણ માંમીઠું, ડુંગળી, શિમલા મિર્ચ, ટામેટા ,કોથમીર બારીક સમારીને નાખવા.. તેમાં પછી ચીલી ફ્લેક્સ પણ નાખી દેવો.
  4. હવે આમિશ્રણ ને તવા માં થોડો તેલ ચોપડી દિલ આકારના સંચા ની અંદર નાખવો...
  5. થોડો શેકાય પછી પલટાવી દો. આમ બન્ને બાજુ બરોબર શેકાઈ જાય પછી તવા માંથી બાહર કાઢી લો
  6. ગરમા ગરમ હર્ટ શેપ પેનકેક રેડી છે... તેને સોસ સાથે સર્વ કરવો... અને ઉપર ચીઝ પણ નાખી શકો છો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર