હોમ પેજ / રેસિપી / સિંધી કોકી

Photo of Sindhi Onion Flat Bread by Ankita Tahilramani at BetterButter
620
7
0.0(0)
0

સિંધી કોકી

Sep-17-2018
Ankita Tahilramani
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી કોકી રેસીપી વિશે

સિંધી કોકી ખૂબ જ પ્રચલીત ડીશ છે જે તમે ચા, દહીં, અથાણું કે ચટણી સાથે સર્વ કરી શકો છો. ઘણાં સિંધી પરીવાર મા તો આ રોજે સવારે નાસ્તા મા બને છે. અહિ મે ઘઉં અને ચણા નો લોટ મિક્સ મા ઉપયોગ કર્યો છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સિંધી
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ 2 મોટા કપ
  2. ચણા નો લોટ 1 મોટો ચમચો
  3. જીણી સમારેલી ડુંગળી -1 નંગ
  4. 2 જીણા સમારેલા લીલા મરચા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. લાલ મરચું પાવડર 1 નાની ચમચી
  7. 1 નાની ચમચી જીણી સમારેલી કોથમીર
  8. મલાઈ 2 નાની ચમચી (મોણ માટે)
  9. તેલ શેકવા માટે
  10. ઘી ઉપર ચૉપડવા માટે
  11. પાણી લોટ ગુથવા માટે.

સૂચનાઓ

  1. ડુંગળી, લીલા મરચા અને કોથમરી નાં પત્તા ઝીણા સમારી લ્યો.
  2. હવે ઘઉં નો લોટ, ચણા નો લોટ, ડુંગળી, મરચા, કોથમરી, નમક, લાલ મરચું પાવડર, મલાઈ(મોણ) નાખી સરખું હલાવો.
  3. હવે પાણી નાખી ને લોટ ગુથૉ.
  4. 5 મિનીટ લોટ ને ઢાંકી રાખો.
  5. હવે તવો ગરમ કરવા મૂકો.
  6. હવે 1 નાનો ભાગ લોટ નો લઇ તેને પતલું વણો.
  7. હવે વણેલી કોકી ને તેલ નો ઉપયોગ કરી શેકો.
  8. પ્લેટ મા ઘી ચોપડી ચ્હા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર