હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી ચીઝી સમોસા

Photo of Crispy cheesy samosa by Dhara Shah at BetterButter
568
3
0.0(0)
0

ક્રિસ્પી ચીઝી સમોસા

Sep-17-2018
Dhara Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી ચીઝી સમોસા રેસીપી વિશે

આ એક બહુ જ સહેલી ને તરત જ બની જાય એવી સ્ટાર્ટર કે સ્નેક્સ માં ચાલે એવી રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. સ્ટફિંગ બનાવા માટે:
  2. ૧ કપ છીણેલું પનીર
  3. ૨-૩ પ્રોસેસ ચીઝ ક્યૂબ, છીણેલું
  4. ૧/૪ કપ કેપ્સીકમ, બારીક કાપેલું
  5. ૧ ચમચી લીલા મરચાં, જીણા સમારેલા
  6. ૧/૨ ચમચી ઓરેગાનો
  7. ૧/૪ ચમચી ચિલી ફ્લેક્સ
  8. ૧/૪ ચમચી મરી પાઉડર
  9. સમોસા બનાવવા:
  10. ૮-૧૦ સમોસા પટ્ટી
  11. ૧/૪ કપ મેંદા ની સ્લરી
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. પેહલા એક બાઉલ માં બધી સામગ્રી લઇ ને સરખી મિક્સ કરો.
  2. આ સ્ટફિંગ માંથી એક સરખા ભાગે લઇ નાના બોલ્સ બનાવો ને સાઇડ માં રાખો.
  3. હવે એક સમોસા પટ્ટી લઇ એને ઉંભી ને આડી કટ કરી નાની ૪ પટ્ટી બનાવો.
  4. હવે ૨ પટ્ટી લ્યો ને તેને ક્રોસ માં મૂકી વચ્ચે સ્લરી લગાવો.
  5. એની ઉપર સ્ટફિંગ વાળું એક બોલ મૂકો.
  6. બધી સાઇડ પર સ્લરી લગાવી સરખી રીતે બંધ કરી દયો.
  7. આવી રીતે બધા સમોસા તૈયાર કરી ગરમ તેલ માં આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.
  8. તો તૈયાર છે ગરમા ગરમ ને ક્રિસ્પી ચીઝી સમોસા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર