હોમ પેજ / રેસિપી / ચાઈનીઝ મૈટ ચીલા

Photo of Chinese mait chilla by Harsha Israni at BetterButter
681
9
0.0(0)
0

ચાઈનીઝ મૈટ ચીલા

Sep-18-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચાઈનીઝ મૈટ ચીલા રેસીપી વિશે

આ બેસન ચીલાને એક અલગ લુક આપ્યુ છે જેમાં પૂરણમાં પનીર ,શીમલામરચા,ગાજર ને ચાઈનીઝ ફલેવર આપ્યુ છ.ે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ચીલા માટે-
  2. ૨ કપ બેસન
  3. ૪ ચમચી કોર્નફલોર
  4. મીઠુ (સ્વાદ મુજબ)
  5. ૩-૪ ચમચી તેલ
  6. પૂરણ માટે-
  7. ૨ નંગ ગાજર
  8. મશરુમ (ઓપ્શનલ)
  9. ૨-૪ નંગ શીમલા મરચા (લાલ ,પીળા,લીલારંગના)
  10. ૧ કપ પનીર (લાંબુ સમારેલુ)
  11. મીઠું (શાકભાજી પૂરતુ)
  12. ૨ ચમચી લીંબુનો રસ
  13. ૧ ચમચી ચાટ મસાલો
  14. ૨-૩ મોટા ચમચા ટામેટા સોસ
  15. ૧ ચમચી ગી્ન ચીલી સોસ
  16. ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  17. ૨ ચમચી કાળી મરી પાવડર
  18. ૧ ચમચી તેલ (સાંતળવા માટે)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં બેસન,કોર્ન ફલોર ,મીઠુ અને થોડુ પાણી ઉમેરી ચીલા માટે ખીરુ તૈયાર કરી સોસની બોટલમાં ભરી દો.
  2. બધા શાકભાજીને લાંબુ સમારી દો.
  3. એક કઢાઈમાં તેલ ગરમ કરી બધા જ શાકભાજીને ૨ -૩ મિનિટ સાંતળો .ત્યાર બાદ પનીર ટામેટા સોસ,કાળી મરી પાવડર,લીંબુનો રસ,આદુ-લસણ પેસ્ટ,ગી્ન ચીલી સોસ,ચાટ મસાલો ઉમેરી ૧ મિનિટ ધીમી આંચે સાંતળી ગેસ બંધ કરી દો.તૈયાર છે પૂરણ .
  4. એક નોનસ્ટીક ગરમ તવા પર સોસની બોટલમાં ભરેલું ખીરામાંથી મૈટ (જાળી) જેવા ચીલા ધીમી આંચે બનાવો.
  5. નોનસ્ટીક તવા પર બનાવેલા ચીલા .( વધારે શેકવા નહી)
  6. ચીલાની વચ્ચે તૈયાર કરેલુ પૂરણ ૨ ચમચી મૂકીને ચીલાને તરત જ ગોળ વાળી દો.( ચીલા ગરમ હોય ત્યારે જ વાળી લેવુ ઠંડુ થયા પછી વળાશે નહીં.)
  7. તૈયાર છે ચાઈનીઝ મૈટ ચીલા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર