હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ રવા નુડલ્સ અપમ વીથ કોકોનટ ચટણી

Photo of Instant rava noodles appamwith coconut chutney by Devi Amlani at BetterButter
521
0
0.0(0)
0

ઈન્સ્ટન્ટ રવા નુડલ્સ અપમ વીથ કોકોનટ ચટણી

Sep-18-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ રવા નુડલ્સ અપમ વીથ કોકોનટ ચટણી રેસીપી વિશે

ઈન્સ્ટન્ટ રવા નુડલ્સ અપ્પમ જલ્દીથી બની જાય છે અને એક હેલ્ધી રેસિપી છે અને બાળકોને પણ ખુબ જ પ્રિય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 3 કપ પાણી
  2. 2 કપ રવો
  3. 1 નાની ચમચી સફેદ મરી પાઉડર
  4. 2 ચમચી તેલ
  5. કોકોનેટ ચટણી માટે
  6. 2 ચમચી કોકોનટ પાવડર
  7. 2 ચમચી દારીયા ની દાળ
  8. 1 ડાળ ફ્રેશ લીમડો
  9. 4 મોરા મરચા
  10. 1 કપ ધાણા ભાજી
  11. 2 ચમચી દહી
  12. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં ૩ કપ પાણી ગરમ મૂકો અને તેમાં સફેદ મરી પાઉડર થોડું મીઠું અને ચારથી પાંચ ટીપાં તેલ નાખો
  2. ત્યારબાદ તેને ૨ થી ૩ મિનિટ સુધી ઉકળવા દો
  3. ઉકળી ગયા બાદ તેમાં રવો નાંખી ફટાફટ હલાવવા લાગો
  4. એકદમ હલાવ્યા બાદ તેને પાંચ મિનિટનો રેસ્ટ આપો જ્યાં સુધી મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી મા કોકોનેટ ચટણી તૈયાર કરશો
  5. હવે એક એક નોન-સ્ટીક પેનમાં ડાડીયા ની દાળ શેકી લો
  6. હવે એક મિક્સર જારમાં દરિયાની દાળ લીમડો ધાણા ભાજી સમારેલા મરચા કોકોનેટ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને સહેજ જ પાણી ઉમેરી ક્રશ કરી લો
  7. એકદમ ક્રશ થયા બાદ તેમાં થોડું દહીં ઉમેરો આ રીતે કોકોનેટ ચટણી તૈયાર છે
  8. હવે રવાનું મિશ્રણને થોડું તેલ લઈને એક દમ થી કૂણવી ને સોફ્ટ બનાવો
  9. હવે રવાનું મિશ્રણ ઠંડુ પડી ગયું હશે તેને સેવ ગાઠીયા ના સંચામાં ભરી લો
  10. હવે નોનસ્ટીક ઓપન લો અને તેને ગેસ ઉપર રાખી થોડું તેલ ગ્રીસ કરો
  11. હવે સેવ ગાઠીયા ના સંચામાં ભરેલા મિશ્રણ વડે નૂડલ્સનો આપી અપમ તૈયાર કરો
  12. બેથી ત્રણ મિનિટ તેને ઢાંકી દો
  13. ત્યારબાદ સાઇડ ચેન્જ કરો આ રીતે અપમ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર