હોમ પેજ / રેસિપી / મલ્ટીગ્રેઇન ચિલ્લા રોલ

Photo of Multigrain Chilla Roll by Chandni Bhatt at BetterButter
482
5
0.0(0)
0

મલ્ટીગ્રેઇન ચિલ્લા રોલ

Sep-20-2018
Chandni Bhatt
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલ્ટીગ્રેઇન ચિલ્લા રોલ રેસીપી વિશે

બાળકોને ટીફીનમાં આપવા માટે હેલ્ધી અને ફટાફટ બનાવી શકાય તેવી વાનગી છે. બધા જ શાકભાજી અને ધાન બાળકોને હોંશથી ખવડાવવા માટેનો બેસ્ટ ઓપ્શન.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ચણા નો લોટ 1/3 કપ
  2. મકાઈનો લોટ 2 ટે.સ્પૂન
  3. જુવારનો લોટ 2 ટે.સ્પૂન
  4. ઘઉંનો લોટ 2 ટે.સ્પૂન
  5. સોજી 2 ટે.સ્પૂન
  6. છીણેલા મિક્સ શાકભાજી(ગાજર,કોબી,ટામેટા,કેપ્સિકમ,ડુંગળી વગેરે) જરૂર મુજબ
  7. રૂટિન મસાલા(હળદર,મરચું,ધાણાજીરું વગેરે) જરૂર મુજબ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. આદુ લસણ ની પેસ્ટ 1 ટે.સ્પૂન
  10. દહીં 3 ટે.સ્પૂન
  11. તેલ જરૂર મુજબ(ચિલ્લા શેકવા માટે)
  12. શેકેલા જીરું નો પાવડર 1 ટી.સ્પૂન
  13. પાણી જરૂર મુજબ
  14. ચીઝ સ્પ્રેડ 2 થી 3 ટે.સ્પૂન
  15. ટોમેટો કેચપ પીરસવા માટે

સૂચનાઓ

  1. સામગ્રીમાં જણાવેલ બધા લોટ એક બાઉલમાં મિક્સ કરો.
  2. છીણેલા શાકભાજી ઉમેરો.
  3. બધા મસાલા ઉમેરો.
  4. દહીં અને પાણી ઉમેરી બ્લેન્ડર વડે મિક્સ કરી ચિલ્લાનું ખીરું તૈયાર કરો. બ્લેન્ડર વડે મિક્સ કરવાથી શાકભાજી એકદમ બારીક પીસાઈ જશે જેથી ચિલ્લા સરળતાથી અને પાતળા બનાવી શકાય. બ્લેન્ડર ફેરવવું જરૂરી નથી. હાથથી પણ મિક્સ કરી શકાય.
  5. ખીરું તૈયાર છે. હવે તેમાંથી પાતળા ચિલ્લા બનાવી બંને બાજુ બરાબર શેકી લો.
  6. ચિલ્લા બની જાય એટલે તેના પર ચીઝ સ્પ્રેડ લગાવી રોલ વાળી લો.
  7. બાળકોને ટીફીનમાં કેચપ સાથે આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર