હોમ પેજ / રેસિપી / ભાખરી પિઝ્ઝા

Photo of Bhakhri pizza by Shraddha Patel at BetterButter
0
4
0(0)
0

ભાખરી પિઝ્ઝા

Sep-20-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાખરી પિઝ્ઝા રેસીપી વિશે

બાળકો ને રોટલી કે ભાખરી પસંદ નથી આવતી તો તેના માટે ભાખરી ને પિઝ્ઝા બેઇઝ તરીકે લઇ તેના પર ટોપિંગ્સ મૂકીને પિઝ્ઝા બનાવી ને આપવાથી બાળકો ખુશી થી ભાખરી ખાઈ લેશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • શેકેલું
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ ઘઉ નો લોટ
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. તેલ મોંણ માટે
  4. જરૂર મુજબ પાણી
  5. બે ચમચી પિઝ્ઝા સૉસ
  6. અડધો કપ લાંબા કાપેલા ડુંગળી, ગ્રીન કેપ્સિકમ
  7. બે ચમચી ચોરસ કટકા મા કાપેલી યેલ્લો ઝૂકીની
  8. બે ચમચી પનીર ચોરસ કટકા મા કાપેલું
  9. એક ચમચી ઓરેગાનો
  10. અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  11. પાંચ ચમચી છીણેલું મોઝરેલા ચીઝ
  12. ટોમેટો કેચપ સાથે પીરસવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ભાખરી બનાવવા માટે કાથરોટ મા ઘઉ નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું અને મોંણ નાખી મિક્સ કરી પાણી થી લોટ બાંધી લો.
  2. હવે મોટી સાઈઝ ની ભાખરી વણી ને શેકી લો.
  3. હવે તૈયાર કરેલ ભાખરી પર પિઝ્ઝા સૉસ લગાવો.
  4. ત્યારબાદ કાપેલા ડુંગળી, કેપ્સિકમ, ઝૂકીની અને પનીર ને ગોઠવો.
  5. ત્યારબાદ તેના પર ચીઝ ફેલાવો.
  6. હવે ભાખરી ને પાંચ મિનિટ માટે બૅક કરી લો.
  7. ત્યારબાદ તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો.
  8. હવે ભાખરી પિઝ્ઝા ના કટકા કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર