હોમ પેજ / રેસિપી / બનાના કટલેટ

Photo of Banana cutlet by Harsha Israni at BetterButter
1097
6
0.0(0)
0

બનાના કટલેટ

Sep-21-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બનાના કટલેટ રેસીપી વિશે

આ કટલેટ કાચા કેળામાંથી બનાવેલ છે. કેળામાં કેલશીયમ અને કેલરી ખૂબ જ પ્રમાણમાં હોય છે જે બાળકો માટે ખૂબ જ જરુરી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ નંગ કાચા કેળા
  2. ૧ કપ પૌઆ
  3. ૧ ટી -સ્પૂન આદુ ની પેસ્ટ
  4. ૨ ટેબલસ્પૂન કોથમીર
  5. ૧ ટી -સ્પૂન વાટેલા લીલા મરચા
  6. ૧ ટી-સ્પૂન લસણની પેસ્ટ
  7. ૧૧/૨ ટી-સ્પૂન ગરમ મસાલો
  8. ૩-૪ ટી-સ્પૂન આરારોટ
  9. ૧/૨ લીંબુ
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. ૧/૨ કપ ટોસ્ટનો ભૂકો અથવા રવો
  12. તેલ શેકવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા કેળાને છાલ સાથે વરાળથી બાફી લો.પછી તેની છાલ કાઢી લો અને છીણી લો.
  2. પૌઆને પણ ધોઈને કાણાવાળા બાઉલમાં કાઢી લો જેથી પાણી નીતરી જાય.
  3. એક બાઉલમાં છીણેલા કેળા, પૌઆ,મીઠુ,ગરમમસાલો,લીંબુ,કોથમીર, આદુ-લસણ-મરચાની પેસ્ટ ,આરારોટ બરાબર મીક્સ કરીને કટલેટનો આકાર આપો.
  4. તૈયાર કરેલી કટલેટને ટોસ્ટના ભૂકામાં રગદોળવી.
  5. એક નોનસ્ટીક પેનમાં થોડુ તેલ ગરમ કરી બધીજ કટલેટને મીડીયમ આંચે બન્ને બાજુ ગોલ્ડન રંગની શેકી લો.
  6. તૈયાર છે બનાના કટલેટ સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર