હોમ પેજ / રેસિપી / ઢોકળા સેન્ડવિચ

Photo of Dhokla Sandwich by Dimpal Patel at BetterButter
468
2
0.0(0)
0

ઢોકળા સેન્ડવિચ

Sep-22-2018
Dimpal Patel
600 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળા સેન્ડવિચ રેસીપી વિશે

ઢોકળા એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે. ઢોકળામાં સેન્ડવિચ નું સ્ટફિંગ કરીને એક એકદમ ટેસ્ટી નાસ્તો બનાવ્યો છે જે બાળકોને ટીફીન માં આપી શકાય....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ગ્રીલ્લીંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ચોખા - ૩ કપ
  2. અડદ ની દાળ - ૧ કપ
  3. પલાળેલા પૌંઆ - ૧/૪ કપ
  4. આદુ અને મરચાં ની પેસ્ટ - ૩ મોટી ચમચી
  5. હીંગ - ૧ નાની ચમચી
  6. ઈનો - પેકેટ
  7. લાલ મરચા ની ભૂકી - ૧ મોટી ચમચી
  8. મરી પાવડર - ૧ મોટી ચમચી
  9. મીઠું - ૧ નાની ચમચી
  10. તેલ - ૩ મોટી ચમચી
  11. સેન્ડવિચ સ્ટફિંગ ની સામગ્રી :
  12. કાપેલા કાંદા - ૨ મોટી ચમચી
  13. કાપેલા કેપ્સિકમ - ૨ મોટી ચમચી
  14. કાપેલું કોબીજ - ૨ મોટી ચમચી
  15. કાપેલા ગાજર - ૨ મોટી ચમચી
  16. સેઝવાન ચટણી - ૩ મોટી ચમચી
  17. ટોમેટો કેચપ - ૨ મોટી ચમચી
  18. કોથમીર ની લીલી ચટણી - ૨ મોટી ચમચી
  19. છીણેલું ચીઝ - ૧/૨ કપ
  20. વઘાર માટેની સામગ્રી :
  21. રાઈ - ૧ મોટી ચમચી
  22. જીરું - ૧ મોટી ચમચી
  23. તલ - ૧ મોટી ચમચી
  24. બટર - ૩ મોટી ચમચી
  25. સજાવવા માટે :
  26. કાપેલી કોથમીર
  27. ટોમેટો કેચપ
  28. લીલી ચટણી

સૂચનાઓ

  1. ચોખા અને અદડની દાળ ને ૪ થી ૫ કલાક માટે પલાળી દેવું.
  2. મિક્સરમાં ચોખા , અદડની દાળ અને પલાળેલા પૌંઆ ને થોડું પાણી નાંખીને વાટી લેવું. ફરી ૪ થી ૫ કલાક બાજુ પર રહેવા દેવું.
  3. પછી તેમાં આદુ - મરચાં ની પેસ્ટ , હિંગ અને મીઠું ઉમેરવું.
  4. ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. ઢોકળા ની ડીશમાં તેલ લગાડી દેવું.
  5. ઢોકળાના ખીરામાં ઈનો નાંખી ને બરાબર હલાવવું. પછી તેને ઢોકળા ની ડીશમાં પાથરવું. ઉપર મરી પાવડર અને લાલ મરચું ભભરાવવું.
  6. ઢોકળાની ડીશ ને કૂકરમાં મૂકીને ૫ થી ૬ મિનિટ થવા દેવું.
  7. ઢોકળા ની ડીશને ૧૫ મિનિટ ઠંડી થવા દેવી. પછી તેમાંથી ગોળ ટુકડા કાપી લેવા.
  8. સેન્ડવિચ ની બધી સામગ્રી મિક્સ કરવી.
  9. ઢોકળા ના ૨ ટુકડા લેવા. એક પર ટોમેટો કેચપ અને બીજા પર લીલી ચટણી લગાડવી.
  10. એક ટુકડા પર સેન્ડવીચ નું સ્ટફિંગ મૂકવું.
  11. બીજા ટુકડા ને સ્ટફિંગ પર મૂકી ને બધી સેન્ડવીચ તૈયાર કરી લેવી.
  12. એક નોનસ્ટિક પેણીમાં બટર લેવું. તેમાં રાઈ , જીરું અને તલ નાંખવા. રાઈ તતડે એટલે તૈયાર કરેલી બધી સેન્ડવિચને તેમાં મૂકીને સેલો ફ્રાય કરી લેવી.
  13. ઢોકળા સેન્ડવીચ ને કોથમીરથી સજાવવી.
  14. ટોમેટો કેચપ અને લીલી ચટણી સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર