હોમ પેજ / રેસિપી / લેમન રાઈસ

Photo of Lemon rice by Shraddha Patel at BetterButter
693
2
0.0(0)
0

લેમન રાઈસ

Sep-23-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેમન રાઈસ રેસીપી વિશે

આ એક દક્ષિણ ભારતીય ડીશ છે અને તમારા ઘર મા આસાની થી મળી રહે એવી સામગ્રી માથી બનાવવા મા આવી છે. બાળકો ને અને મોટા ને પણ લેમન રાઈસ પસન્દ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ બાસમતી ચોખા
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. જરૂર મુજબ પાણી
  4. એક ચમચી રાઈ
  5. એક ચમચી ચણા ની દાળ
  6. એક ચમચી અડદ ની દાળ
  7. 1/4 કપ શીંગદાણા
  8. ચાર પાંચ મીઠા લીમડા ના પાન
  9. એક નંગ મરચું બારીક સમારેલું
  10. બે ચમચી બારીક સમારેલી કોથમીર
  11. અડધી ચમચી હળદર
  12. એક લીંબુ નો રસ
  13. ચપટી હિંગ
  14. બે ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ધોઈ ને તેમાં પાણી અને મીઠું નાખી રાંધી લો.
  2. ચોખા રંધાઈ ગયા બાદ એક કઢાઈ મા તેલ ગરમ કરો.
  3. તેલ ગરમ થાય એટલે રાઈ તતડાવો.
  4. હવે તેમાં લીમડા ના પાન, હિંગ, ચણા ની દાળ, અડદ ની દાળ, શીંગદાણા, હળદર અને મરચા ઉમેરી સાંતળો.
  5. થોડી વાર સાંતળ્યા પછી તેમાં રાંધેલા ચોખા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
  6. હવે તેમાં કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ગરમાગરમ લેમન રાઈસ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર